જુલાઈ 2020 : ભારતના સૌથી મોટા સોલાર પેનલ ઉત્પાદક અને ઇ.પી.સી સેગમેન્ટમાં અગ્રણી વારી એનર્જીસ લિમિટેડ ની ગણતરી હવે ભારત દેશના સૌથી ગ્રેટેસ્ટ બ્રાન્ડ્સ માં થયું છે. આ જાહેરાત તાજેતરમાં એશિયા વન મેગઝીન અને URS મીડિયા ઇન્ટરનેશનલ દ્વારા તેનું પાંચમું એવોર્ડ સમારંભના અધ્યાય માં કરવામાં આવ્યું છે. દુનિયાની જાણીતી કંપની Deloitte Touche Tohmatsu India આ એવોર્ડ્સ અને લિસ્ટિંગ પ્રક્રિયા માટેના સલાહકાર હતા. વારી હવે ભારત દેશના સર્વોપ્રથમ સોલાર કંપની બન્યું છે જેને “ભારતની મહાનતમ બ્રાન્ડ્સ” તરીકે માન્યતા મળી છે . આ એવોર્ડ્સમાં જુદા જુદા ઉદ્યોગીક સેક્ટરોમાં થી 16 ઉદ્યોગો, 1,200 બ્રાન્ડ્સ અને 62 ક્ષેત્રોના બહુવિધ ક્ષેત્રોમાં થી સંશોધનનાં આધારે વિજેતાઓનો ચયન કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ વિષયે વારી ગ્રુપના સી.એમ.ડી ડો. હિતેશ દોશીએ જણાવ્યું હતું કે, “અમે અમારા માનવંતાગ્રાહકો ને માત્ર એનું અપેક્ષા મુજબ નહીં પરંતુ એના અપેક્ષાઓ કરતાં પણ વધુ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી ઉચ્ચ ગુણવત્તાની સોલર પેનલ્સ એના વિશ્વ કક્ષાનું સેવાઓ અને શ્રેષ્ટતમ સમયસર ડિલિવરીની પ્રતિબદ્ધતા સાથે હંમેશાં અમને અમારા ગ્રાહકો થી પસંદગી આપે છે. બજારમાં શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ લાવવા માટે અને ગ્રાહકના અનુભવોને સકારાત્મક દિશામાં બદલવા માટે, વારી એ વિશાળ સંસાધનોનું રોકાણ કર્યું છે, જે આપણે આગામી સમયમાં પણ ચાલુ રાખીશું.”
ર્ડો. હિતેશ દોશીએ વધુમાં ઉમેર્યું કે, “સોલાર ઇન્ડસ્ટ્રીમાં વારી બ્રાન્ડ ને આ મુકામ સુધી પહુંચારવા બદલ અને સમર્થન આપવા બદલ અમે વારી ના દરેક કર્મચારીઓ, ગ્રાહકો અને તમામ હિસ્સેદારોનુંઅમે આભાર વ્યક્ત કરીએ છીએ.”
વારીની પસંદગી ગ્રાહકોની સેવા અને વર્ષોથી જાળવવામાં આવતી ગુણવત્તામાં શ્રેષ્ઠતાના આધારે કરવામાં આવી હતી. આજે વારી સોલર પેનલ મોડ્યુલો માટે સૌથી વધુ પસંદીદાબ્રાન્ડ તરીકે ઉભરી આવ્યો છે, અને ગ્રાહકો દ્વારા એને પ્રીમિયમમોડ્યુલસપ્લાયર તરીકે માનવામાં આવે છે. આ સાફલ્ય ગાથાને 4 જુલાઈના રોઝ સીએનબીસી દ્વારા પણ આવરી લેવામાં આવ્યું હતું. વારીએ આજ સુધીમાં વૈશ્વિક સ્તરે લગભગ 3 ગીગાવોટ્ટ સોલર પેનલ્સની સપ્લાય કર્યું છે અને ભારતમાં 600 મેગાવોટ્ટથી વધુ સોલર ઇપીસી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. વારી સોલર મૉડ્યૂલ્સ ને આજ સુધી 68 દેશો અને ૬ મહાખંડોમાં મોકલવામાં આવ્યા છે. ઉત્પાદનના વિવિધ તબક્કે કરવામાં આવેલા 140 થી વધુ પરીક્ષણો સાથે, વારી તેની ગુણવત્તા ને વૈશ્વિક ધોરણોથી પણ ઉપર જાળવી રાખે છે.
છેલ્લા 21 ક્વાર્ટર્સ થી વારીએ બ્લૂમબર્ગ ટીયર 1 ઉત્પાદક તરીકે પોતાનું સ્થાન ને જાળવી રાખી છે. વૈશ્વિક સ્તરે વારી 5000 થી વધુ ગ્રાહકોને સેવા આપે છે જે કંપની દ્વારા તેના અસ્તિત્વના30 વર્ષના સમયગાળા દરમિયાન મેળવેલા વિશ્વાસ ને દર્શાવે છે. વારી ને પહેલાથી જ સૌર ઉદ્યોગમાં વિવિધ કેટેગરીમાં તેના કામ માટે 100 થી વધુ એવોર્ડ મળી ચૂકેલ છે. સ્થાનિક લોકો માટેની પહેલ #વોકલ ફોર લોકલ થી પ્રેરણા લઇ, વારી એ ગુણધર્મ “સોલર લગાઓ, આપની બીજલી સ્વયં બનાઓ- આત્મનિર્ભર બન જાઓ” ને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ શરૂ કરી છે
વર્ષ ૨૦૨૧ ની અંત સુધીમાં, વારી એનર્જીસ 1000 ફ્રાન્ચાઈઝીઓ સાથે તેના પગલાને વધુ વિસ્તૃત કરવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. ભારત દેશની એનર્જીની સતત જરૂરિયાત અને વીજળીના સતત વધતી માંગ અને સપ્લાયગેપને ઓછું કરવા માટે , એક સેતુ ના તરીકે કાર્ય કરી એક સ્વદેશી ઇકોસિસ્ટમબનાવા માટે , વારી સોલાર ઉર્જા ના પ્રયોગ થી દેશના વિકાસ માટે સદૈવ પ્રતિબદ્ધ છે.