ટ્રેડિંગ, પી2પી પેમેન્ટ, રેમિટન્સ અને રિટેલ સહિત ક્રિપ્ટોટેક ઉદ્યોગે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં 39 ટકા સુધીની વૃદ્ધિ કરી
સપ્ટેમ્બર, 2021: નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (નાસકોમ)એ ઉદ્યોગ પાર્ટનર વઝિરએક્સ સાથે જોડાણમાં આજે એનો રિપોર્ટ ‘ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા’ પ્રસ્તુત કર્યો છે. રિપોર્ટમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું બજાર કેવી રીતે અસાધારણ રીતે વૃદ્ધિ કરી રહ્યું છે, બજારમાં છેલ્લાં થોડાં વર્ષોમાં કેવી રીતે સાતત્યપૂર્ણ વૃદ્ધિ થઈ છે એના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. વધુને વધુ યુવાન ભારતીય રોકાણકારો રોકાણના નવા વિકલ્પો અજમાવવા આતુર હોવાથી તેઓ વ્યવહારિક વળતર આપવાની ખાતરી ધરાવતા વિકલ્પોમાં રોકાણ કરવા બિટકોઇન, ઇથેરિયમ અને પોલીગોન જેવી ક્રિપ્ટોકરન્સીઓને અપનાવી રહ્યાં છે. ડીએલટીની અન્ય ઉપયોગિતાઓ સાથે આ ડિજિટલ કરન્સીઓએ ભારતમાં ક્રિપ્ટોટેક ઉદ્યોગની અસાધારણ વૃદ્ધિ પર મહત્વપૂર્ણ ધ્યાન દોર્યું છે.
વઝિરએક્સના સ્થાપક અને સીઇઓ નિશ્ચલ શેટ્ટીએ કહ્યું હતું કે, “ક્રિપ્ટો આપણા પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને આગળ વધારી રહ્યું છે. હકીકતમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાંથી યુઝરના અમારા આંકડામાં 2648 ટકાનો વધારો થયો છે અને 2021માં વઝિરએક્સના કુલ સાઇનઅપમાં 55 ટકાનું પ્રદાન કર્યું છે. ક્રિપ્ટો આપણા 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝને સાકાર કરવામાં પ્રદાન કરવાની સંભાવના ધરાવે છે અને આગામી વર્ષોમાં આપણે ક્રિપ્ટોને ગ્રામીણ ભારત માટે નાણાકીય અવરોધો દૂર કરનાર, વધારે રોજગારીની તકો પેદા કરનાર તથા રોજગારી, રોકાણ અને મૂડીની સુલભતાના માધ્યમ તરીકે જોઇશું.”
નાસ્કોમના પ્રેસિડન્ટ દેબજાની ઘોષે કહ્યું હતું કે, “ભારતમાં ક્રિપ્ટોટેક ઉદ્યોગે પાયાના સ્તરે સકારાત્મક અસર પ્રદર્શિત કરવાની સાથે સૌથી વધુ ઝડપથી વિકસતા પેટાક્ષેત્ર તરીકે વિકાસ કર્યો છે. ભારત હેલ્થકેર, સલામતી, ડિજિટલ ઓળખ, વેપાર અને ધિરાણ તથા રેમિટન્સ જેવા મુખ્ય ક્ષેત્રોને મજબૂત કરવામાં પરિવર્તનકારક ભૂમિકા ભજવવા તથા મહામારીપ્રેરિત પડકારોનું સમાધાન કરવામાં મદદરૂપ થવા ક્રિપ્ટોટેકની સૌથી વિશિષ્ટ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. ક્રિપ્ટો ટેકનોલોજીઓ પર નિયમનકારી રિપોર્ટ ભારતમાં ક્રિપ્ટો ઇકોસિસ્ટમ અને નવીનતાની વૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે.”
રિપોર્ટના મુખ્ય તારણો
● ક્રિપ્ટોટેક ઉદ્યોગ ભારતમાં વર્ષ 2030 સુધીમાં 241 મિલિયન ડોલર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2026 સુધીમાં 2.3 અબજ ડોલરને આંબી જશે
● ભારતમાં રિટેલ રોકાણકારો દ્વારા ક્રિપ્ટો એસેટમાં 6.6 અબજ ડોલરનું રોકાણ
● ક્રિપ્ટોટેકએ ભારતમાં 50,000 લોકોને રોજગારી પ્રદાન કરી
● ક્રિપ્ટોટેક ક્ષેત્ર સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે, જેમાં 230થી વધારે સ્ટાર્ટઅપ અને 150થી વધારે કોન્સેપ્ટ અને પ્રોજેક્ટના પુરાવા
● બિટકોઈન સૌથી વધુ ઝડપથી વિકસતી એસેટ, જેની માર્કટે કેપ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ છે અને ગોલ્ડ અને અમેરિકન ડોલરથી વધી ગઈ છે
● ડિસેન્ટ્રલાઇઝ ફાઇનાન્સ બજારની સાઇઝ છેલ્લાં એક વર્ષમાં 100 ગણાથી વધારે વધી
● ઉદ્યોગ રોકાણ અને ખર્ચની બચત સ્વરૂપે 184 અબજ ડોલરનું આર્થિક મૂલ્ય સંવર્ધન કરવાની તથા રોજગારીની 800kથી વધારે તકો સંભાવના ધરાવે છે
રિપોર્ટ મુજબ ભારતમાં 60 ટકાથી વધારે રાજ્યોમાં ક્રિપ્ટોટેક એડોપ્ટર્સ અને 15 મિલિયનથી વધારે રિટેલ રોકાણકારો વિકસ્યાં છે, ઉદ્યોગ સ્ટાર્ટ-અપ્સને ક્રિપ્ટોટેક અપનાવવા વધુ આકર્ષિત કરે છે. ભારતમાં ક્રિપ્ટોટેક ક્ષેત્રમાં 230થી વધારે સ્ટાર્ટઅપ કાર્યરત છે. સંસ્થાગત અને રિટેલ રોકાણકારો પાસેથી રોકાણમાં વધારાથી દેશમાં ક્રિપ્ટોટેકના ફાયદા વિશે જાગૃતિ વધી છે.
આ રિપોર્ટ વધુમાં જણાવે છે કે, ભારતમાં બજાર 2 ગણી ઝડપથી વૃદ્ધિ થવાની અપેક્ષા છે અને વર્ષ 2030 સુધીમાં 800k+ રોજગારીનું સર્જન કરવાની સંભાવના ધરાવે છે. વળી આ રોકાણ અને ખર્ચમાં બચત સ્વરૂપે 184 અબજ ડોલરનું આર્થિક મૂલ્ય સંવર્ધન કરવાની સંભાવના પણ ધરાવે છે.
વિવિધ કોર્પોરેટ અને સ્ટાર્ટ-અપ્સ પણ સરકાર, ઉદ્યોગો અને એકેડેમિયા સાથે આરોગ્ય અને સલામતી, ડિજિટલ ઓળખ, વેપાર ધિરાણ અને મહામારીપ્રેરિત પડકારોનું સમાધાન કરવા યુઝ કેસ માટે જોડાણ કરી રહ્યાં છે.
આ રિપોર્ટ વધુમાં જણાવે છે કે, બિટકોઇન, સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ, વિકેન્દ્રિકૃત ધિરાણ, ટોકનાઇઝેશનનો પ્રવાહ, નોન-ફંજિબલ ટોકન્સ, ક્રિપ્ટોટેક મૂડીમાં વધારો અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીઓ ભારતમાં ક્રિપ્ટોટેકની વૃદ્ધિ અને સ્વીકાર્યતાને વેગ આપતા 7 મુખ્ય પ્રવાહો તરીકે જોશે. પ્રાથમિક તબક્કામાં ઉદ્યોગ ટ્રેડિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, વિશ્લેષણ અને અન્ય રીતોમાં રોજગારીની તકોનું સર્જન કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્રિપ્ટોટેક ઉદ્યોગ 2021 સુધીમાં 1.6 અબજ ડોલરને પાર થઈ જવાની અને 2026 સુધીમાં 2.3 અબજ ડોલરને આંબી જવાની ધારણા છે. કેટલીક આંતરરાષ્ટ્રીય બેંકોએ ક્રિપ્ટોની ખરીદી શરૂ કરી છે અને અમેરિકા, યુરોપ અને એશિયામાં થોડા લોકોએ તેમના ગ્રાહકો વચ્ચે બી2બી ક્રિપ્ટોકરન્સી પેમેન્ટની વ્યવસ્થા ઊભી કરવા તેમની બ્લોક-ચેઇન આધારિત સિસ્ટમ સ્થાપિત કરી છે. 20થી વધારે અગ્રણી કોર્પોરેશને માઇક્રોસોફ્ટ અને પેપાલ પાસેથી પેમેન્ટની રેન્જ માટે ક્રિપ્ટોની સ્વીકાર્યતા શરૂ કરી છે. ક્રિપ્ટોકરન્સીની દુનિયાભરમાં સ્વીકાર્યતા કોવિડ-19 દરમિયાન વધી છે, જે ઉદ્યોગના વિકાસ અને વધારે વર્ટિકલ્સમાં વિસ્તરણ તરફ દોરી જશે.