બોલકણો, બિન- ભાવનાત્મક અને નૈતિક રીતે વળેલો માણસ જ્યારે કશું રહસ્યમય અને ખતરનાક જુએ ત્યારે શું થાય છે? ભરપૂર ઘોંઘાટ પેદા કરતા અસ્થિર મનની અલગ અલગ બાજુ ઉજાગર કરતાં સોનીલિવની ગુજરાતી ઓફર રઘુ સીએનજી 24મી સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થવા માટે સુસજ્જ છે. આ સસ્પેન્ડ ફિલ્મ તમને જકડી રાખશે. રઘુ સીએનજીની વાર્તા કલાકારે ઈથેન, જજિતસિંહ વાધેર અને શર્વરી જોશી દ્વારા પ્રદર્શિત ત્રણ પાત્રોના જીવન ફરતે વીંટળાયેલી છે. ભરપૂર નવા નવા વળાંક સાથે દરેક પાત્ર પાસે કોઈ વાત છે. રહસ્યમય સંજોગો રઘુ (ઈથેન) અને પોલીસ અધિકારી અશોક દવે (ચેતન દૈયા) વચ્ચે પકડાપકડી પ્રેરિત કરે છે. છૂપો એજન્ડા ઉજાગર કરતાં, કડવી સચ્ચાઈ બહાર લાવતાં અને આખરે કોકડું ઉકેલતાં આ પ્રવાસ થ્રિલરમાં આંખે દેખાય તેના કરતાં પણ ઘણું બધું રહસ્ય ધરાવે છે.
સોનીલિવ પર રિલીઝ વિશે બોલતાં ઈથેન કહે છે, મારી પદાર્પણ ફિલ્મ રઘુ સીએનજીમાં મુખ્ય પાત્ર ભજવવાનું મળતાં કલાકાર તરીકે મને પોતાને પડકારવાની અને અભિનય ક્ષેત્રમાં જૂની ઘરેડમાંથી બહાર આવવાની તક મળી છે. મારે માટે ડાયરેક્ટર વિશાલ વડા વાળા સાથે કામ કરવું તે સુંદર અનુભવ રહ્યો છે અને હું સોનીલિવ પર તેની રિલીઝની ઉત્સુકતાથી વાટ જોઈશ.
વી3 પ્રોડક્શનના બેનર હેઠળ વિશાલ વડા વાળા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત રઘુ સીએનજીની વાર્તા સંજય મારવણિયા અને જય પરમારે લખી છે. કલાકારોમાં ચેતન દૈયા, કપિલ સાહિત્ય, સિદ્ધાર્થ ગોસાઈ અને રૂબી સાળુંકેછે. તેજસ તાતરિયાએ સંપાદન કર્યું છે. સિનેમાટોગ્રાફી યશ મયેકરની છે. ફિલ્મનું સંગીત ક્રિયાત્મક રીતે મ્યુઝિક ડાયરેક્ટરો આઈ- શોકકાયટ્રેક અને અથર્વ સંજય જોશીએ કમ્પોઝ કર્યું છે.