એમેઝોન દ્વારા આજે એમેઝોન ફ્યુચર એન્જિનિયર નામે ભારતમાં તેનો વૈશ્વિક કોમ્પ્યુટર સાયન્સ (સીએસ) એજ્યુકેશન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામને લીધે પ્રતિનિધિત્વ ઓછું છે અને મૂળભૂત સુવિધાઓથી વંચિત છે તેવા સમુદાયોના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત સીએસ શિક્ષણ અને કારકિર્દીની તકોને પહોંચ મળશે. આ લોન્ચના પ્રથમ વર્ષમાં એમેઝોનનું લક્ષ્ય ભારતનાં સાત રાજ્યની 900 સરકારી અને અનુદાનિક સ્કૂલોના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીએસ લર્નિંગની તક અભિમુખ બનાવશે અને પ્રદાન કરશે.
ભારતમાં વંચિત સમુદાયના વિદ્યાર્થીઓ ખાસ કરીને કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રમાં શિક્ષણના અપ્રમાણસર અવરોધોનો સામનો કરી રહ્યા છે. અમને ભારતમાં એમેઝોન ફ્યુચર એન્જિનિયર લાવવાનો ભારે રોમાંચક છે, કારણ કે અમે માનીએ છીએ કે બધા યુવા વિદ્યાર્થીઓ તેમની પાર્શ્વભૂ ગમે તેવી હોય તો પણ તેમને ગુણવત્તાયુક્ત કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણને યોગ્ય સન્મુખતા અને પહોંચ મળવી જોઈએ. અમે કોમ્પ્યુટર સાયન્સ અભ્યાસક્રમ આ વિદ્યાર્થીઓ માટે તેમને અનુકૂળ અને પસંદગીની ભાષાઓમાં નજીક લાવવામાં આવશે અને તેમના કારકિર્દીના દષ્ટિબિંદુને વિસ્તારી શકાય તે માટે યોગ્ય કુશળતાઓ અને સાધનો સાથે તેમને સશક્ત બનાવશે, એમ એમેઝોન ઈન્ડિયાના ગ્લોબલ સિનિયર વીપી અને કન્ટ્રી હેડ અમિત અગરવાલે જણાવ્યું હતું. અમને આશા છે કે વિદ્યાર્થીઓ ટેકનોલોજી સોલ્યુશન્સના જવાબદાર ક્રિયેટર્સ બનવા અને પોતાને અને તેમની આસપાસના સમુદાયો માટે ઉત્તમ ભાવિ ઘડવા માટે વધુ આત્મવિશ્વાસુ અને કુશળ તરીકે ઊભરી આવશે, એમ અમિત ઉમેર્યું હતું.
અમને અનેક વર્ષથી ઘણા બધા દેશોમાં એમેઝોન ફ્યુચર એન્જિનિયર સાથે કામ કરવાનું સન્માનજનક લાગે છે અને ભારતમાં પ્રોગ્રામ લોન્ચ કરવા એમેઝોન તરીકે અમારી ભાગીદારી મજબૂત બનાવવા ભારે રોમાંચિત છીએ, એમ Code.orgના સ્થાપક અને સીઈઓ હદી પરતોવીએ જણાવ્યું હતું. અમે અમારો ઉચ્ચ ગુણવત્તાનો કોમ્પ્યુટર સાયન્સ અભ્યાસક્રમ અને ઉત્તમ વ્યવહારો પૂરા પાડવા ભારતમાં ભાગીદારો આ પાયાના 21મી સદીના વિષયને શીખવા માટે દેશભરના વિદ્યાર્થીઓને અભિમુખ બનાવવા એમેઝોન ફ્યુચરના એન્જિનિયરિંગ નેટવર્ક સાથે નિકટતાથી કામ કરવા ઉત્સુક છીએ.
છેલ્લાં ઘણાં બધાં વર્ષોમાં અમે સરકારી સ્કૂલ પ્રણાલીઓ સાથે કામ કરી રહ્યા છીએ ત્યારે એકસમાન શીખવાનો તકો પૂરી પડવાથી તેમના વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી શકે છે અને તેમની આસપાસના પરિવારો અને શિક્ષકોમાં પણ પરિવર્તન આવે છે તે અમે જોયું છે. કોમ્પ્યુટર સાયન્સ શીખીને પ્રાપ્ત મહત્ત્વપૂર્ણ વિચાર અને સમસ્યા ઉકેલવાની કુશળતાઓ ભારતમાં મૂળભૂત સુવિધાથી વંચિત બાળકો માટે તકોના અવરોધોને તોડવાની સંભાવના ધરાવે છે, એમ પીપુલ ઈન્ડિયાનાં સ્થાપક અને સીઈઓ કૃતિ ભરૂચાએ જણાવ્યું હતું. અમને શીખવાની ખુશી આગળ લઈ જવા અને કોમ્પ્યુટર સાયન્સ ભારતમાં બાળકોના અસલ જીવનમાં લાગુ કરવા અને શીખવાના અવકાશમાં સમાનતા લાવવા માટે એમેઝોન ફ્યુચર એન્જિનિયર સાથે ભાગીદારી કરવાનો ભારે રોમાંચ છે.
લાખ્ખો વિદ્યાર્થીઓ ભારતમાં વર્ષમાં સીએસ એન્જિનિયરિંગ કોર્સમાં નોંધણી કરાવે છે ત્યારે મૂળભૂત સુવિધાથી વંચિત અને ઓછું પ્રતિનિધિત્વ સાથેના સમુદાયોના વિદ્યાર્થીઓનો સહભાગ સીએસ સંબંધી કારકિર્દીની તકોને ઓછી સન્મુખતા, તેમના સમુદાયમાં પ્રેરણાત્મક રોલ મોડેલ્સનો અભાવ અને રસપ્રદ અભ્યાસક્રમની ફોર્મેટ્સને પહોંચ માટે ભાષાના અવરોધો સહિતાં ઘણાં બધાં પરિબળોને લીધે નોંધપાત્ર રીતે ઓછો છે. ઉપરાંત ભારતમાં સ્માર્ટફોન પહોંચ કોમ્પ્યુટરોની ઉપલબ્ધતાને લીધે નોંધપાત્ર રીતે ઉચ્ચ છે અને તે છતાં મોટા ભાગના સીએસ લર્નિંગ મોડ્યુલ્સ અને ઓનલાઈન કન્ટેન્ટ વિદ્યાર્થીઓ માટે વધારાનો આધાર તરીકે કામ કરતા માધ્યમ તરીકે કોમ્પ્યુટર પર ઝુકાવને બદલે મોબાઈલ- અનુકૂળ નથી.
એમેઝોન ફ્યુચર એન્જિનિયર વ્યાપક લાઈલ્ડહૂડ- ટુ- કરિયર કોમ્યુનિટી પ્રોગ્રામ છે, જેનું લક્ષ્ય વ્યક્તિગત, ઓનલાઈન અને સંમિશ્રિત શીખવાની ફોર્મેટ્સ થકી વિદ્યાર્થીઓને સીએસ શિક્ષણને વહેલી સન્મુખતા અને પહોંચ આપીને આ અંતર દૂર કરવાનું છે. એમેઝોન ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની અને મોબાઈલ ઈન્ટરએક્ટિવ સીએસ કન્ટેન્ટ લાવવા માટે કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણને સમર્પિત વૈશ્વિક બિન નફો કરતી સંસ્થા તેની વૈશ્વિક જ્ઞાન ભાગીદારCode.org સાથે કામ કરી રહી છે. સ્થાનિક ખૂબીઓને ધ્યાનમાં લેતાં આ અભ્યાસક્રમ સરકારી સ્કૂલની પાર્શ્વભૂમાં ભારતીય શિક્ષકો અને વિદ્યાર્થી સમુદાય માટે સંકલ્પના કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ (વોઈસ ટેકનોલોજી) જેવા ભવિષ્યલક્ષી ટેક કોર્સીસ સાથે કોડિંગ ફંડામેન્ટલ્સ ઓફર કરે છે.
એમેઝોન કર્ણાટક, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર તામિલનાડુ, ઓડિશા અને તેલંગાણમાં સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સીએસ શિક્ષણને પહોંચ આપવા માટે ઘણી બધી શિક્ષણલક્ષી બિન નફો કરતી સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે. આ પહેલ મુખ્યત્વે ધોરણ 6-12ના વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત છે અને શિક્ષકો અને શિક્ષણકર્તાઓને વધુ સહભાગી રીતે કોમ્પ્યુટર સાયન્સ શીખવશે. અભિમુખ કન્ટેન્ટ અને અભ્યાસક્રમ ઉપરાંત એમેઝોન ફ્યુચર એન્જિનિયરો વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સની દુનિયા અને હાથોહાથના અનુભવ થકી અસલ દુનિયામાં તેના ઉપયોગની ખોજ અને શોધ કરવા માટે મદદરૂપ પણ થશે. પહેલોમાં ક્લાસ ચેટ્સનો સમાવેશ થાય છે, જેના થકી વિદ્યાર્થીઓ ટેક ઉદ્યોગની કારકિર્દીને અને એમેઝોન સાઈબર રોબોટિક્સ ચેલેન્જને સમજવા માટે એમેઝોનિયનોને મળશે, જ્યાં વિદ્યાર્થીઓ રોબોટોસના કોડિંગ સાથે પ્રોગ્રામિંગ બેઝિક્સ શીખશે અને એમેઝોન દુનિયાભરમાં લાખ્ખો પ્રોડક્ટોની ડિલિવરી કરવા માટે રોબોટિક્સનો ઉપયોગ કઈ રીતે કરે છે તેની શોધ કરી શકશે. આગામી થોડાં વર્ષોમાં એમેઝોન ઈન્ડિયા પ્રોગ્રામનો સ્તર ચાલુ રાખવા અને ભારતમાં સીએસ સંબંધી શિક્ષણ ઓફરની શ્રેણી વિસ્તારવાનું ચાલુ રાખશે. એમેઝોન ફ્યુચર એન્જિનિયર સ્કોલરશિપ્સ, ઈન્ટર્નશિપ્સ, સમસ્યા ઉકેલવાની હેકેથોન ઈવેન્ટ્સ અને એમેઝોનિયન્સ દ્વારા લક્ષ્યના મેન્ટરશિપ પ્રોગ્રામ્સ થકી વિદ્યાર્થીઓને ટેકો ટેકો મજબૂત બનાવશે. સ્કૂલો, વહીવટકર્તાઓ અને શિક્ષકો એમેઝોન ફ્યુચર એન્જિનિયરમાં ભાગ લેવા માગતા હોય તેઓ અહીં વધુ જાણી શકે છે