વિશાખાપટ્ટનમ સ્થિત પ્રિસિઝન મેટાલિક્સ લિમિટેડ તેનો આઈપીઓ 19મી જાન્યુઆરી 2022ના રોજ ખુલ્લો મૂકશે. પ્રત્યેક Rs.10ની ફેસ વેલ્યુના 43,00,000 ઇક્વિટી શેરોનો, ઇક્વિટી શેર દીઠ Rs.41ના પ્રીમિયમ સહિત ઇક્વિટી શેર દીઠ Rs.51ની રોકડ કિંમતનો કુલ મળીને Rs.2193 લાખનો પબ્લિક ઇશ્યૂ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. આઈપીઓ 24 જાન્યુઆરી 2022ના રોજ બંધ થશે. આઈપીઓના લીડ મેનેજર ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.
પ્રિસિઝન મેટાલિક્સ લિમિટેડ દક્ષિણ ભારતમાં ઓટોમોબાઈલ ભાગોના મુખ્ય ખેલાડીઓ પૈકી એક છે અને એલોય વ્હીલ્સ પર મૂલ્ય વર્ધિત સેવાઓ, એલ્યુમિનિયમ ચિપ્સની સ્વચાલિત સફાઈ + ઇંગોટ્સમાં બ્રિકેટિંગ, એલોય વ્હીલ્સનું રોબોટિક પોલિશિંગ અને અન્ય એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીની સ્પર્ધાત્મક તાકાત જોઇએ તો, તે પરવડે એવા ખર્ચે, સુસ્પષ્ટ અને ઓટોમેટેડ સોલ્યુશન્સ પૂરા પાડે છે, ગ્રાહકો તરફથી ફરીવાર ઓર્ડર્સ મળે છે અને ઓર્ડર્સનો વ્યવસાયિક રીતે અમલ કરવા માટે તેની પાસે એક મજબૂત ટીમ છે. પ્રિસિઝન મેટલિક્સ લિમિટેડ ઘરેલું ટેક્નિક્સ અને નવીનતાઓ દ્વારા આ બધું સ્થાનિક અને નિકાસ બજારો માટે ઓફર કરે છે . વિશાખાપટ્ટનમ સેઝમાં આવેલા કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અનેક કર લાભો સામેલ છે.
ભારતમાં પ્રિસિઝન મેટાલિક્સ લિમિટેડના ગ્રાહકોમાં સિનર્જી કાસ્ટિંગ્સ લિમિટેડનો સમાવેશ થાય છે, જે ભારતની અગ્રણી નોન-ફેરસ કમ્પોનન્ટ કંપની છે અને સ્થાનિક તેમજ વૈશ્વિક ઓટોમોબાઈલ OEM માટે ફોર-વ્હીલર એલોય વ્હીલ્સ, એલ્યુમિનિયમ કાસ્ટિંગ અને પ્લાસ્ટિક ભાગોનું ઉત્પાદન કરે છે. વિદેશમાં, તેના ગ્રાહકોમાં સિલ્વર મેટલએક્સ ઇન્ક છે, જે યુએસએમાં OEMs અને આફ્ટરમાર્કેટને એલ્યુમિનિયમ વ્હીલ્સ અને ક્રોમ પ્લેટેડ વ્હીલ્સના સપ્લાયના વ્યવસાયમાં યુએસએની બહાર આવેલી કંપની છે. ઉપરાંત, સિનર્જીઝ કાસ્ટિંગ્સ એલએલસી, ઓમાનની સલ્તનત છે, જે ઓમાનમાં એલોય વ્હીલ ઉત્પાદન સુવિધા સ્થપવા માટે ઓમાન સરકાર અને ભારતની સિનર્જીઝ કાસ્ટિંગ્સ વચ્ચેનો સહયોગ છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને અન્ય આવા સંગઠનો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલો સૂચવે છે કે રસીઓ અને અન્ય પહેલો દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લાવવાથી વિશ્વ ઝડપી આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. રાજકોષિય અને અન્ય નીતિઓ માંગને વેગ આપશે. છેલ્લાં પાંચ ત્રિમાસિક ગાળાઓમાં વધારાની ઘરગથ્થું બચતોના નિર્માણ જેવી ખાનગી પ્રવૃત્તિઓ પર આડકતરા અભિગમના પગલે પરિવારોને વિશાળ રાજકોષિય સહાયતા આપતા દેશોમાં પરિવારોએ વધુ એકઠાં કરવાનું વલણ રાખ્યું હતું, જેણે નિકાલજોગ આવકને બફર રાખી હતી. આ બધું અર્થતંત્રોને વેગ આપશે અને ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે પણ ફાયદાકારક રહેશે.
EV દાખલ થવાથી અને ઓટોમોબાઈલ્સના વજનમાં ઘટાડો કરવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત થવાથી પ્રિસિઝન મેટલિક્સ લિમિટેડ માટે તે ફાયદાકારક સાબિત થશે.
કંપનીએ 31-3-21, 31-3-20 અને 31-3ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષોમાં અનુક્રમે Rs.4924.13 લાખ, Rs.2217.96 લાખ અને Rs.5.25 લાખની કુલ આવક નોંધાવી હતી. આ સમયગાળાઓમાં, તેણે અનુક્રમે Rs.149.35 લાખ, Rs.82.39 લાખ અને Rs. 0.46 લાખનો કરવેરા પછીનો નફો મેળવ્યો હતો. સમાન સમયગાળામાં શેર દીઠ મૂળભૂત કમાણી 14.42, 18.39 અને 0.92 હતી. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા છ મહિનામાં, કંપનીએ Rs. 4813.35 લાખની આવક નોંધાવી છે, કરવેરા પછીનો નફો છેલ્લા સંપૂર્ણ વર્ષોના નફા કરતાં વધુ Rs.214.57 લાખ રહ્યો છે અને મૂળભૂત ઇપીએસ 1.79 પર છે.