“છેલાજી રે મારી હાટુ મુંબઈથી પટોળા મોંઘા લાવજો….” હવે એવું પણ ક્યાંક સાંભળો તો નવાઈ ના પામતા કેમ કે પાટણના રાજવી કુમારપાળ દ્વારા પહેરવામાં આવતું પટોળું હવે માયાનગરી મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલ જેવા પોઝ વિસ્તારમાં પહોંચી ગયા છે.
પાટણના અશોકકુમાર સાલવીના પુત્ર નિર્મલ સાલ્વી અને તેમના પરિવાર દ્વારા પાટણની આ વિરાસત દુનિયામાં હજુ ખ્યાતનામ બને એ હેતુથી લગભગ 4 વર્ષ પહેલા અમદાવાદમાં સિન્ધુભવન માર્ગ પર “પટોળા બાય નિર્મલ સાલ્વી” નામથી એક આધુનિક શો-રૂમ ખોલવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા બધા ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી ને પટોળાની કાલા, કારીગીરી અને ડિઝાઇનથી આકર્ષાઈને પટોળાને એક નવીન ફેશન તરીકે અપનાવી હતી. પાટણની એતિહાસિક વિરાસત થી કોઈ અજાણ ના રહે અને તે તમામ લોકો સુધી પહોંચે તે માટે નિર્મલ સાલ્વીએ મુંબઈમાં પણ આધુનિક શો-રૂમ ખોવાણું નક્કી કરેલું. ગતરોજ તા. 5 ને શનિવાર ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેના ધર્મપત્ની શ્રીમતી રશ્મિબેન ઠાકરેના વરાળ હસ્તે “પટોળા બાય નિર્મલ સાલ્વી” ના શૉ-રૂમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ સમયે પટોળાના મહત્વને સારી પેઠે જાણતા રશ્મિબેન ઠાકરે પણ ઉદ્ધઘાટન સમયે પાટણની પટોળા સાડીમાં સજ્જ થઈને આવેલા. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન મુંબઈની મોટાભાગની સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓ દ્વારા શો-રૂમ ની મુલાકાત લેવાઈ હતી. અને તમામ દ્વારા પટોળાના હાથવર્કની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી અને તેઓએ નિર્મલ સાલવીને ખુબ જ સ્હેભેચ્છાઓ આપી હતી. તમામ મહેમાનોને નિર્મલ સાલ્વી, અશોકભાઈ સાલ્વી, વિરલભાઈ સાલવી અને અર્પિત પટેલ દ્વારા ઉષ્માભર્યો આવકાર આવ્યો હતો.