અમદાવાદ શહેર ની મધ્ય માં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ૬૫ બેડ ની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, આઇકોનીક ૧૦૧૦ હોસ્પિટલ નો શુભારંભ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી રુશીકેષભાઈ પટેલ અને ના સ્ટેન્ડીગ કમીટી ના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ વરદ હસ્તે કરવામાં આવ્યો.
આઇકોનીક ૧૦૧૦ હોસ્પિટલ ૬૫ બેડ ની અત્યાધુનીક સુવિધાઓ ધરાવતી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ છે. જેમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ, વાલ્વ રિપ્લેસમેન્ટ જેવી હદયને લગતી બીમારીઓની સારવાર અને સર્જરી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના સી. એમ. ડી. ડૉ. પરાગ શેઠ કે જેઓ ૨૭ વર્ષથી હદય ને લગતા રોગોની સારવાર કરે છે. અને ૧૯૦૦૦ થી વધુ દર્દીઓ ની સર્જરી કરેલ છે. જણાવે છે કે આઇકોનીક ૧૦૧૦ એ અધ્યતન સુવિધાઓ સાથે હેલ્થકેર સેક્ટરની વિશ્વાશનીય બ્રાન્ડ તરીકે આગામી દિવસોમાં આપણા લોકો ની સેવા માટે ઉપલબ્ધ હશે.
આ પ્રસંગે ગાંધીનગર ના પૂર્વધારાસભ્ય અશોકભાઇ પટેલ જીટોં ના પ્રેસીડેન્ટ શ્રી ચેતન શાહ, શ્રી ચારુલભાઈ વક્તા, શ્રી જે,બી,પટેલ, રક્ષીતભાઈ પટેલ, શ્રી વસંતભાઇ, અદાણી જે. કે. ભટ્ટ સાહેબ વગેરે ઉપસ્થીત રહ્યા હતા.
આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ સિંધુભવન રોડ પર આવેલી છે.