‘હરફુલમોહિની’
~ શોમાં ઝેબ્બી સિંહ હરફુલ તરીકે અને શગુન શર્મા મોહિની તરીકે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ~
~ કોકરો પિક્ચર્સ અને શાયકા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત હરફુલ મોહિનીનું પ્રસારણ 13મી જૂનથી થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી, ફક્ત કલર્સ પરથી થશે ~
કહેવાય છે કે પ્રેમ બધા મતભેદમાંથી બહાર આવવાની શક્તિ ધરાવે છે, પરંતુ શું તે બે અજોડ સંસ્કૃતિઓ ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું અંતર દૂર કરી શકશે? આવી જ એક હળવીફૂલ વાર્તા કલર્સ તેના નવા રોમેન્ટિક ડ્રામા હરફુલ મોહિનીમાં લાવી રહી છે, જે બે તદ્દન વિપરીત વ્યક્તિત્વના જીવનની વાર્તા છે, જેમાં હરફુલ હરિયાણાનો છે, જ્યારે મોહિની કેરળની છે. તેઓ અલગ અલગ પાર્શ્વભૂ અને વિચારધારાનાં હોવાથી હરફુલ અને મોહિની શું લગ્નની સંસ્થા દ્વારા એકત્ર આવ્યાં પછી પ્રેમની ખોજ કરી શકશે? લોકપ્રિય ટેલિવિઝન કલાકારો શગુન શર્મા અને ઝેબ્બી સિંહ અનુક્રમે મોહિની અને હરફુલની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. કોકરો પિક્ચર્સ અને શાયકા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્માણ હરફુલ મોહિનીનું પ્રસારણ 13મી જૂનથી રાત્રે 9 વાગ્યાથી થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે ફક્ત કલર્સ પર જોઈ શકશે.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે, “હરફુલ મોહિની અસાધારણ રોમેન્ટિક ડ્રામા છે, જે વિવિધ સંસ્કૃતિઓ અને પાત્રો પ્રદર્શિત કરે છે. હરફુલ રૂઢિવાદી દ્રષ્ટિબિંદુ ધરાવતો હોઈ કેરળની મુક્ત જોશીલી છોકરી સાથે પરણે છે. વિપરીત પાર્શ્વભૂ અને માન્યતાઓ સાથેની બે વ્યક્તિની વાર્તા થકી સર્વ ભેદને પાર કરવાની પ્રેમ કેવી શક્તિ ધરાવે છે તે આ શો દર્શાવે છે. અમને વધુ એક નવા આશાસ્પદ સાહસ માટે કોકરો પિક્ચર્સ અને શાયકા એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાણ કરવાની બેહદ ખુશી છે અને અમે ઉત્તમ સહયોગની આશા રાખીએ છીએ.”
‘હરિયાણા કા જાત હરફુલ ચૌધરી ઊંચો અને દેખાવડો છે, જે હૃદયનો સારો છે, પરંતુ વિચારધારા રૂઢિવાદી છે. બીજી બાજુ કેરળની પેનકુટ્ટી મોહિની વિજયન જીવન પ્રત્યે પ્રગતિશીલ દ્રષ્ટિબિંદુ સાથેની સીધીસાદી અને સુશિક્ષિત છોકરી છે. જીવનના આંતરગૂંથણ અને ભાગ્ય તેમને ગોઠવણિયા લગ્ન થકી એકત્ર લાવ્યા પછી તેઓ ખાટામીઠા સંબંધો થકી તેમની અજોડ સંસ્કૃતિઓ અને વિચારધારાઓ થકી કઈ રીતે નૌકા પાર કરશે તે શોની વાર્તાનું મુખ્ય હાર્દ છે. શું ઉત્તરનો હરફુલ અને દક્ષિણની મોહિની એકબીજાની જીવનશૈલીને સાચવી લેશે અને એકત્ર જીવન જીવી શકશે?
નિર્માતા રાજેશ રામ સિંઘોપેન્સ આ સાહસ વિશે ખૂલીને વાત કરતાં કહે છે, “કલર્સ સાથે અમારી ભાગીદારી લાંબા સમયથી છે અને છોટી સરદારનીની સફળતા પછી અમે ફરી એક વાર સુંદર પ્રોજેક્ટ હરફુલ મોહિની માટે હાથ મેળવવા ખુશી અનુભવી રહ્યા છીએ. શો ઘણી બધી ભાવનાઓથી ભરચક છે અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓનું સુંદર સંમિશ્રણ ધરાવે છે.”
પ્રદીપ કુમાર ઉમેરે છે, “‘હરફુલ મોહિની બે વ્યક્તિ હરફુલ અને મોહિનીની રોમાંચક પ્રેમકથા છે, જેઓ એક કોયડાના બે અલગ અલગ નંગ જાવે છે. આ રોમાન્સ, હાસ્ય, ડ્રામા અને ઘણા બધા ખાટામીઠા અવસરોનો શો છે. મને આશા છે કે અમારા દર્શકો અમારા નવા શોને સપોર્ટ કરશે અને આ નવા પ્રવાસમાં અમારી સાથે જોડાશે.”
હરફુરનું પાત્ર ભજવવા વિશે જેબ્બી સિંહ કહે થે, “કલર્સ સાથે મારું આ પ્રથમ જોડાણ છે અને હું જેટલો રોમાંચિત છું તેટલો જ બેચેન છું. હરફુલ ગૌરવશાળી હરિયાણ્વી પુરુષ છે, જે સંસ્કૃતિ અને પરંપરાઓમાં ગળાડૂબ છે. મોહિની તેના જીવનમાં આવતાં રસપ્રદ વળાંક લઈને સુંદર પ્રેમકથા સર્જાય છે. મને આશા છે કે દર્શકોને હરફુલ અને મોહિનીની કેમિસ્ટ્રી જોવા મજા આવશે અને અમારી પર ભરપૂર પ્રેમ વરસાવશે.”
મોહિનીની ભૂમિકા ભજવતી શગુન શર્મા કહે છે, “શોમાં મોહિનીનું મારું પાત્ર કેરળની સીધીસાદી છોકરીનું છે, જે સુશિક્ષિત છે અને મજબૂત અભિપ્રાય ધરાવે છે. તે પોતાનાથી સાવ વિપરીત હરફુલને પરણ્યા પછી સુંદર વાર્તા બને છે, જે દર્શકોને જોવાનું ગમશે અને તેઓ તેને વહાલ કરશે. આ ભૂમિકા માટે મારી પર વિશ્વાસ મૂકવા માટે હું કલર્સની આભારી છું અને મોહિનીને જીવંત કરવા બહુ રોમાંચિત છું.”
‘હરફુલ મોહિનીમાં સુપ્રિયા શુક્લા, તેજ સપ્રુ અને પંકજ વિષ્ણુ જેવા કલાકારો છે.
કલર્સે વ્યાપક માર્કેટિંગ અને ડિજિટલ કેમ્પેઈનની યોજના ઘડી કાઢી છે, જેમાં વિશાળ વર્ગ સુધી પહોંચવા માટે પથદર્શક પહેલોનો સમાવેશ થાય છે. માર્કેટિંગ મોરચે ચેનલ ઓઓએચ, ટ્રાન્ઝિટ અને એમ્બિયન્ટ માધ્યમોનો ઉપયોગ કરીને વિઝયુઅલ બ્રાન્ડિંગ પર ભાર આપશે. હોર્ડિંગ ઉપરાંત કલર્સે મોલ- ફૂડ કોર્ટસ, રેસ્ટોરાં, ઢાબા, બસ સ્ટોપ, મેટ્રો સ્ટેશન પેનલ, એલીવેટર્સ, રેલવે સ્ટેશનનાં બોર્ડ, બસ બ્રાન્ડિંગ, કેબ, બસ સીટ બેક વગેરે જેવા ભારે અવરજવર ધરાવતાં મુખ્ય સ્થળોમાં તેની હાજરી વધારી છે. કેમ્પેઈન દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશમાં ચલાવવામાં આવશે. ડિજિટલ મોરચે સોશિયલ મિડિયાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી નેટિઝનોને હરફુલ મોહિની તેમને માટે શું લાવી રહી છે તે જાણી શકશે. હાલના વેડિંગ વિડિયો ટ્રેન્ડનો લાભ લેતાં હરફુલ અને મોહિનીનો પેરોડી વેડિંગ વિડિયો કોન્ટ્રાસ્ટિંગ વિઝયુઅલ સાથે રિલીઝ કરાયો છે. ચેનલે કર્લી ટેલ્સ કામિયા જાની અને યુટ્યુબર મયુર જુમાની સાથે જોડાણ કરીને શોના ટાઈટલ ટ્રેક પર રીલ નિર્માણ કરવા પાત્રો અને અન્ય નોંધનીય ઈન્ફ્લુએન્સરોને રજૂ કર્યાં છે. ટાઈની કલર્સ ટેલ્સ નામે સેગમેન્ટ માટે વિશિષ્ટ એનિમિટેડ પોસ્ટ્સ પણ નિર્માણ કરી છે.
જુઓ આ અસાધારણ પ્રેમકથા કઈ રીતે ઉજાગર થાય છે, હરફુલ મોહિની, 13મી જૂન, 2022થી આરંભ, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી જોઈ શકાશે, ફક્ત કલર્સ પર!