ઈન્ડિયા આઈટીએમઈ સોસાયટીએ તેની ટેક્સટાઇલ એક્ઝિબિશનનની 11મી આવૃત્તિની જાહેરાત કરી છે, જે ઈન્ડિયા એક્સપોઝિશન માર્ટ લિ., નોએડા ખાતે 8થી 13 ડિસેમ્બર, 2022 સુધી યોજાશે.
કુલ 2,35,000 ચોરસ મીટર વિસ્તારમાં 15 હોલ હશે, જે તેને આ ઇન્ડસ્ટ્રી સેગમેન્ટમાં સૌથી વિશાળ બનાવી દેશે.
આ ઇવેન્ટમાં 22 ચેપ્ટરમાં1800થી વધુ એક્ઝિબિટર્સની યજમાનીથવાની અપેક્ષા છે અને 6 દિવસના ગાળામાં 1,50,000થીવધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.
ઇવેન્ટની વિશેષતાઓઃ
- ભારતને ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ એન્જિનીયર્ડ સોર્સિંગ ડેસ્ટિનેશનના રૂપમાં વિકસિત કરવું
- ટેક્સટાઇલ મશીનરીના ઉત્પાદન માટે ભારતમાં રોકાણને પ્રોત્સાહિત કરવું, જેમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ માટે ભારતને ‘મેન્યુફેક્ચરિંગ હબ’ તરીકે વિકસાવવા માટે સરકારની પહેલોને સમર્થન આપવું
- ઉત્પાદકો માટે ટીયર 2 અને ગ્રામીણ બજારોમાંથી નવી કસ્ટમ લીડ્સ જનરેટ કરવા માટે નવા બજાર વિકાસને પ્રોત્સાહિત કરવું
- વિદેશી બજારો તેમજ ઉત્પાદકો માટે સ્થાનિક બજાર માટે એજન્ટ્સ, ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે જોડાણની સુવિધા પુરી પાડવી
ઈન્ડિયા આઈટીએમઈ 2022 પ્રદર્શકોને બેજોડ વ્યાપારી તકો પ્રદાન કરશે, કારણ કે ભારતીય કાપડ ઉદ્યોગ મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે, જે વિશાળ સ્થાનિક વપરાશ તેમજ નિકાસ માંગ દ્વારા ઉત્સાહિત છે.તે વ્યાપક સ્તરે વિશાળ પ્લેટફોર્મ પર લીડ્સ, સંપર્કો અને પૂછપરછના રૂપમાં વિવિધ બિઝનેસ વર્ટિકલ્સ માટેના અવકાશને ખોલશે.
91 દેશો અને 22 ચેપ્ટર્સની સહભાગિતાએ ભારતીય આઈટીએમઈને એન્જિનિયરિંગ અને ટેકનિકલ સોલ્યુશન્સ, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ટેક્નોલોજી, સમગ્ર ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગને સેવા આપવા અને ભારતની બ્રાન્ડના નિર્માણ માટેનું વન સ્ટોપ પ્લેટફોર્મ બનાવ્યું છે.