જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન ભારત સ્થપાયેલી સ્વયંસેવી સંસ્થા છે જેની સ્થાપના 1972 માં પદ્મશ્રી નાના ચુડાસમા દ્વારા કરવામાં આવેલી. આ સંસ્થાના 6૦૦થી વધુ ગ્રુપ્સ ભારતભરમાં સેવાના કાર્યોમાં કાર્યરત છે. આ સંસ્થા ગરીબો તથા છેવાડાના માનવી માટે જરુરીયાત માટે કામ કરી રહ્યું છે. હાલ શ્રીમતી શાઈના એનસી વર્લ્ડ ચેરપર્સન ની લીડરશીપ હેઠળ આ ફાઉન્ડેશન સતત 50 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે . ચાલુ વર્ષે આ સંસ્થા ગોલ્ડન જુબેલી વર્ષ ઉજવી રહી છે . શ્રીમતી શાયના એન સી હાલમાં ભાજપના પ્રવક્તા તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા તેઓ મુંબઈ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં હાઈ પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. સંસ્થાના કાર્યને સતત આગળ લઈ જવા તેમજ વધારે ને વધારે સેવાઓ પુરી પાડવાના હેતુ સાથે શ્રીમતી સાઈના એન સી તા. 29 નવેમ્બરેના રોજ અમદાવાદ આવ્યા હતા. આ સમયે અમદાવાદના જાયન્ટસ ગ્રુપો દ્વારા તેમનું સન્માન અને સ્વાગત કરવાનું કાર્યક્રમ તથા ચોથી મલ્ટી યુનીટ કાઉન્સિલ આયોજન સરદાર પટેલ સ્મારક શાહીબાગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું . જેમાં સાયના એનસી દ્વારા જાયન્ટ્સ મૂવમેન્ટને આગળ વધારવા માટેની પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. જાયન્ટ્સ ગ્રૂપ ઓફ અમદાવાદ શાહીબાગ ગ્રૂપ દ્વારા આયોજિત કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના વિશેષ લોકો શ્રીમતી સાયના એન.સી. વર્લ્ડ ચેરપર્સન જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન , શ્રી બળદેવભાઈ જે પટેલ ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન GWF, શ્રી કાન્તિ ભાઈ એ.પટેલ સેન્ટ્રલ કમિટી મેમ્બર GWF, શ્રી મહેન્દ્રભાઈ વી પટેલ સ્પેસીયલ કમિટી મેમ્બર GWF , શ્રી જયદેવભાઇ વી ભટ્ટ પ્રમુખ ફેડરેશન 3બી GWF ,શ્રીમતી વીણાબેન વી પટેલ આઈ .પી.પી.ફેડરેશન 3બી GWF , શ્રી ધીરુભાઈ કે પટેલ વાઇસ પ્રેસિડેન્ટ ફેડરેશન 3બી GWF , ઉપસ્થિતઃ રહ્યા હતા.
આ પ્રસંગે શ્રીમતી વીણાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રામાપીરના ટેકરામાં રહેતી ૨૨૦૦ સ્ત્રીઓ આ સંસ્થામાં જોડાયેલી છે. આ સંસ્થા દ્વારા આયોજિત મલ્ટી યુનિટ કાઉન્સિલ અંતર્ગત તમામ પ્રકારના સેવાના કાર્યો કરવામાં આવે છે અને જોડાયેલ દરેક સ્ત્રીઓને લાભ લઈ શકે છે. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં હમે બાળકો, વૃદ્ધો અને જરૂરિયાતમંદ તમામ લોકોને મદદરૂપ બનીયે છીએ જેને મને ખુબજ ગર્વ છે અને આગળ જતા પણ અમે દરેક જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનતા રહીશુ.