ઉભરી રહેલુ દેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ‘ખુલ કે’ પોતાની સ્થાપના બાદથી જ ડિજિટલ સ્પેસમાં ધૂમ મચાવી રહ્યુ છે. લોકતંત્ર મીડિયાટેકના સંસ્થાપક અને સીઈઓ પીયૂષ કુલશ્રેષ્ઠના નેતૃત્વમાં નેટવર્કિંગ પ્લેટફોર્મ નેટિઝન્સ માટે એક વાર પોતાને વ્યક્ત કરવા અને પોતાને અને અન્યોને શિક્ષિત કરવાનું એક સ્થાન છે. જ્યારે સમગ્ર ભારતના ઉપયોગકર્તાઓએ નોંધ લેવાનું શરૂ કરી દીધુ છે, સેલિબ્રેટી પણ જાદૂની શોધ કરવા માટે પોતાને રોકી શકી રહ્યાં નથી. પ્લેટફોર્મે સાંસદ જયરામ રમેશ, વિવેક અગ્નિહોત્રી, નેહા ભસીન, મકરંદ દેશપાંડે, ન્યાયમૂર્તિ એસ. એન. ઢીંગરાની વાતચીત જોઇ છે.
પ્લેટફોર્મ પર પોતાના વિચારો શેર કરતા ‘ખુલ કે’ના સીઈઓ અને સંસ્થાપક, પીયૂષ કુલશ્રેષ્ઠે જણાવ્યું, “મને આ જોઇને ખુશી થાય છે કે જાણીતી હસ્તીઓ અને સામાન્ય વ્યક્તિ અમારા મંચ પર આટલુ ખુલીને બોલે છે, કારણકે હું સામાન્ય રીતે તેમને અન્યો વિશે ખૂબ જ સુરક્ષિત રીતે બોલતા જોઉં છું. તેઓ એક વર્ષમાં કોઇ અન્ય મંચ પર જેટલુ બોલે છે, તેનાથી અનેક ગણુ વધુ તેઓ કદાચ અહીં એજ સંવાદી કાર્યક્રમમાં બોલે છે.”
પોતાના વિચાર વહેંચવા અને આ ચર્ચાઓમાં શામેલ થવા માટે જીવનના તમામ ક્ષેત્રોના ઉપયોગકર્તાઓને પણ બિગ-બોસની સાથે વાત કરવાની તક મળી છે, કારણકે તેઓ ભાગ લેવા માટે ‘વાઇલ્ડ કાર્ડ’ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. આ મંચ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યો છે અને એક આશાવાદી ભવિષ્ય ધરાવે છે.