- યુથ આઇકોન ઓજસ રાવલ, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ના બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતા આર.જે. દેવકી, પાવરા એન્ટરટેઇન્મેન્ટ ડો. જયેશ પાવરા, તિહાઈ- ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા તથા સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલ બ્રહ્મભટ્ટ રહ્યાં ઉપસ્થિત
- યુવાઓ, ફિલ્મ કલાકારો અને સેલિબ્રિટી થકી સૌથી વધુ થાય છે પ્રભાવિત..
- ડ્રગ્સ ફ્રી ફ્યુચર પર અવેરનેસ માટે એક હેરિટેજ વોકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં, ઘણાં બધાં ફિલ્મી કલાકારો અને નામાંકિત વ્યક્તિ ઓ જોડાઈ રહ્યાં છે. આ હેરિટેજ વોક ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે થી સ્વામિનારાયણ મંદિર થી જામા મસ્જિદ સુધી ૨.૫ કિલોમીટરની યોજાઈ રહી છે.
પ્રખ્યાત સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન હંમેશાથી સમાજ કલ્યાણના કાર્યો કરતું આવ્યું છે. પછી તે તકવંચિત બાળકોનો અભ્યાસનો ખર્ચ હોય કે તેમના ભરણપોષણ નો ખર્ચ હોય, ફેમિલી વેલ્ફેરના કર્યો હોય, દરેક કાર્યોમાં સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન અગ્રેસર રહ્યું છે. ઉપરાંત, તે છેલ્લાં કેટલાક સમયથી “ડ્રગ્સ ફ્રી ફ્યુચર” અભિયાન માટે કામ કરી રહેલ છે. હવે આ સમાજ-લાભાર્થી અભિયાનમાં અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ્સ “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨” પણ જોડાઈ ગયું છે. ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨ કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ પર લઇ જવા માટેનું જ એક અભિયાન છે. આ એવોર્ડ્સ અત્યંત ભવ્ય રીતે આગામી મેં મહિનામાં દુબઈમાં યોજાઈ રહેલાં છે. ડ્રગ્સ ફ્રી ફ્યુચર પર અવેરનેસ માટે એક હેરિટેજ વોકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં, ઘણાં બધાં ફિલ્મી કલાકારો અને નામાંકિત વ્યક્તિ ઓ જોડાઈ રહ્યાં છે. આ હેરિટેજ વોક ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે થી સ્વામિનારાયણ મંદિર થી જામા મસ્જિદ સુધી ૨.૫ કિલોમીટરની યોજાઈ રહી છે.
આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી ઘણાં સમયથી “ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા” માટે કામ કરી રહ્યા છે. ઉપરાંત આપણા રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષ સંઘવી પણ ખુબ રસપુર્વક આ અભિયાન ચલાવી રહ્યા છે. આ સમાજ- ઉપયોગી કાર્યમાં સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન સાથે ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨ પણ જોડાયું છે અને તેનો મુખ્ય ચેહેરો યુથ આઇકોન ઓજસ રાવલ છે, જે હંમેશાથી યુવાઓને મોટીવેટ કરતાં આવ્યાં છે. આ માટે યોજાયેલ કાર્યક્રમમાં ઓજસ રાવલ ઉપરાંત, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨ ના બ્રાન્ડ એમ્બેસેડર અને યુવાઓમાં પ્રખ્યાત એવા આરજે દેવકી, પાવરા એન્ટરટેઇન્મેન્ટ ડો. જયેશ પાવરા, તિહાઈ- ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા તથા સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા.
આ અંગે ડો. જયેશ પાવરા અને શ્રી અભિલાષ ઘોડાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના “ડ્રગ્સ ફ્રી ફ્યુચર” ના સમાજ ઉપયોગી અભિયાન સાથે જોડાઈને ઘણો આનંદ અનુભવીએ છીએ. યુવાઓમાં સૌથી વધારે ડ્રગ્સ માટેની લત હોય છે. તેઓ એકબીજાનું અનુકરણ કરીને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. આજે યુવાઓ સૌથી વધુ પ્રોત્સાહિત ફિલ્મ કલાકારો અને સેલિબ્રિટી થકી થાય છે. તેથી તેઓને મોટીવેટ કરવા માટે તથા તેમને આ લતથી દૂર રહેવા પ્રેરણા આપવા માટે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન સાથે અમે જોડાણ કર્યું છે. આ અભિયાનથી ૧૦% યુવાઓ પણ ડ્રગ્સની લત છોડશે તો તેનાથી સમાજને ઘણો ફાયદો થશે.”
આ વિશે વાત કરતાં સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, :”યુવાઓ એ દેશનું ભવિષ્ય છે. જો તેમનું જ ભવિષ્ય ડામાડોળ હશે તો તેઓ દેશને કેવી રીતે ઉપયોગી થઈ શકશે? આ માટે અમે “ડ્રગ્સ ફ્રી ફ્યુચર” અભિયાન શરૂ કરેલ છે. જેના અંતર્ગત અમે ઘણીબધી પ્રવૃત્તિઓ કરી છે. તાજેતરમાં જ અમે મેરેથોનનું આયોજન કર્યું હતું. વર્તમાન સમયમાં ખૂબ ચર્ચિત એવા ” ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨” અમારી સાથે આ અભિયાનમાં જોડાયા છે. તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણાં કર્યો કરે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશાથી યુવાઓને પ્રોત્સાહિત કરે છે. તેથી આ જોડાણ દ્વારા અમે સમાજહિત માટે વધુ કાર્યો કરી શકીશું.”