- ટેન્જેન્ટ લાઈટ અને ટેન્જેન્ટ બીટ્સ લોન્ચ, કિંમત રૂ. 499થી શરૂ! ભાવના અવરોધો તૂટ્યા!
- પાતળો વાયરલેસ નેકબેન્ડ હેડસેટ, ઝડપી અને અવિરત પેરિંગ માટે અત્યાધુનિક બીટી 5.0
- લૉ લેટેન્સી સ્ટ્રિમિંગ સાથે એ2ડીપી ઓડિયો ટેક્નોલોજી; યુવા સંગીત ચાહકો માટે બોલ્ડ અને આકર્ષક રંગોમાં ઉપલબ્ધ
ઑગસ્ટ, 2020– મનોરંજન નહીં, ખર્ચમાં કાપ મૂકો એ મોટો સાથે ભારતમાં અત્યંત ઝડપથી વિકસતી ડિજિટલ લાઈફસ્ટાઈલ અને ઓડિયો એસેસરીઝ બ્રાન્ડ પીટ્રોન બે આકર્ષક નેકબેન્ડ્સ સાથે આગળ આવી છે. ટેન્જેન્ટ લાઈટ ભારતની સૌપ્રથમ બ્રાન્ડેડ સ્લીક વાયરલેસ નેકબેન્ડ હેડસેટ છે, જેની કિંમત રૂ. 500ની રેન્જમાં છે. અભ્યાસકરતાઅનેખાસકરીનેઘરેથીકામકરતાલોકોનીઇયરફોનનીઅનિવાર્યજરૂરિયાતને ધ્યાનમાંરાખતાં ટેન્જેન્ટલાઇટઅત્યાધુનિક ટેક્નોલોજી અનેઉત્પાદનનીગુણવત્તાપરસમાધાનકર્યાવિનામાત્રરૂ. 499નાઅવિશ્વસનીયભાવેલોન્ચ કરવામાંઆવેછે. આ શ્રેણીમાં વર્તમાન ફેશનમાં લોકપ્રિય વધુ એક ટેન્જેન્ટ બીટ્સ માત્ર રૂ. 699ની કિંમતે લોન્ચ કરવામાં આવે છે. આરામદાયક સુવિધા અને સ્ટાઈલ પર મહત્વ આપતાં આ ઉત્પાદનો ડિઝાઈન કરાયા છે.
બાસબડ્સ શ્રેણી સાથે ટીડબલ્યુએસ સેગ્મેન્ટને હચમચાવી દીધા પછી પીટ્રોન હવે ટેન્જેન્ટ લાઈટ અને ટેન્જેન્ટ બીટ્સ સાથે ભારતીય બજારમાં બ્લુટૂથ નેકબેન્ડ્સમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. આ નેકબેન્ડ્સ સંગીત ચાહકોની જરૂરિયાતો પૂરી કરવા અનેક સુવિધાઓથી સજ્જ છે તેમજ 6 કલાકના અસાધારણ પ્લેટાઈમ અને ટૂંકા ચાર્જીંગ ટાઈમ સાથે ઉત્કૃષ્ટ કનેક્ટિવિટીની ફંક્શનાલિટી પૂરી પાડે છે. વધુમાં તે અવિરત કામની સુવિધા પૂરી પાડે છે, જે હાલમાં ઘરેથી કામ કરતાં કોર્પોરેટ પ્રોફેશનલ્સ માટે એકદમ યોગ્ય છે.
આ લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં પીટ્રોનના સીઈઓ શ્રી અમીન ખ્વાજાએ જણાવ્યું હતું કે, ‘પીટ્રોન વર્તમાન માન્યતાઓને તોડવા અને એવા ઉત્પાદનો સાથે આગળ આવવાનો પ્રયાસ કરે છે, જે ટ્રેન્ડી ફીચર્સ ઓફર કરવાની સાથે અમારા વફાદાર ગ્રાહકોના ખીસ્સા પર બોજ નાંખ્યા વિના અપગ્રેડેડ ફંક્શનાલિટી પૂરી પાડે અને ટાર્ગેટ ઓડિયન્સ માટે સાનુકૂળ હોય. અમને વિશ્વાસ છે કે ટેન્જેન્ટ લાઈટ અને બીટ્સ અમને એ સફળતા હાંસલ કરવામાં મદદરૂપ થશે, જે અમે ટીડબલ્યુએસ સેગ્મેન્ટમાં હાંસલ કરી હતી. ટેન્જેન્ટ લાઈ સાથે અમે નોંધ્યું છે કે રૂ. 499ની આ અવિશ્વસનીય કિંમત સાથે વિશ્લેષકોનું માનવું છે કે તેનાથી વાયર્ડ અને વાયરલેસ કેટેગરીનો પરસ્પર વિલય થઈ જશે, કારણ કે હવે બ્રાન્ડેડ કેટેગરીસમાં કિંમતનો કોઈ તફાવત નથી રહ્યો. આપણે જોઈશું કે ટૂંક સમયમાં વાયર્ડ હેડસેટ વપરાશકારો બ્લુટૂથ નેકબેન્ડ્સ તરફ વળી રહ્યા છે.’
ટેન્જેન્ટ લાઈટ ફ્રેશ ગ્રીન, વાઈન રેડ, વાયબ્રન્ટ યલો અને મીડનાઈટ બ્લેક જેવા બોલ્ડ અને આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. ટેન્જેન્ટ બીટ્સ સાઈબર યલો, લાવા રેડ અને મેટ બ્લેકના વાયબ્રન્ટ રંગોમાં ઉપલબ્ધ છે.
લેટેસ્ટ બ્લુટૂથ નેકબેન્ડ્સ, બ્લુટૂથ નેકબેન્ડ્સની પીટ્રોનની સફળ ટેન્જેન્ટ શ્રેણીના અપડેટ વર્ઝન છે. લેટેસ્ટ એ2ડીપી અને બ્લુટૂથ 5.0 ટેક્નોલોજીના એકીકરણ સાથે નેકબેન્ડ્સ સ્ટ્રીમિંગ વખતે ઓછી નિષ્ક્રિયતા સાથે ઝડપી, અવિરત કનેક્ટિવિટીની ખાતરી આપે છે. ઓડિયોફાઈલ્સ માટે ડિઝાઈન કરાયેલ નેકબેન્ડ્સ હાઈ-ફાઈ સ્ટીરીયો સાઉન્ડ અને ઉચ્ચ ગુણવત્તાનો બાસ ઓફર કરે છે. નોઈસ કેન્સલેશન માટે ઈન-ઈયર ડિઝાઈન સાથે ઈયરબડ્સ એર્ગોનોમિક, ફ્લેક્સિબલ અને કર્વ્ડ ઈયરફોન ડિઝાઈન સાથે આવે છે. ટેન્જેન્ટ નેકબેન્ડ્સમાં બિલ્ટ-ઈન માઈક્રોફોન અને ગૂગલ આસિસ્ટન્ટ, સિરિ અને અમેઝોન એલેક્સા જેવા વોઈસ આસિસ્ટન્ટ માટે ઈન સપોર્ટ સુવિધાઓથી સજ્જ છે.
ઉત્કૃષ્ટ જાઝી કલર્સમાં 10થી વધુ ફિચર્સ સાથે ટેન્જેન્ટ લાઈટ અને બીટ્સ વર્ક ફ્રોમ હોમના કંટાળાજનક દિવસોમાં તેમને બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે મદદરૂપ થાય છે અને ઉત્પાદનને અજોડ અને સેગ્મેન્ટને હચમચાવી નાંખનારું બનાવે છે. આ નેકબેન્ડ્સ બ્લુટૂથ અનેબલ આઈઓએસ અને એન્ડ્રોઈડ ડિવાઈસીસ સાથે સુસંગત છે અને 6ઠ્ઠી ઑગસ્ટથી પ્રાઈમ ડે સેલ દરમિયાન અમેઝોન ઈન્ડિયા પર રૂ. 499/- અને રૂ. 699/-ની કિંમતે ઉપલબ્ધ છે.