કલર્સની ધારાવાહિક ‘તેરે ઈશ્ક મેં ઘાયલ’માં અરમાનની ભૂમિકા ભજવનાર ગશમીર મહાજની કહે છે, “એક અભિનેતા તરીકે મેં અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે, પણ પ્રત્યક્ષ જીવનમાં મારી સૌથી મનગમતી ભૂમિકા છે, વ્યોમના પિતા તરીકેની મારી ભૂમિકા. જ્યારે એનો જન્મ થયો ત્યારે મેં નક્કી કરી દીધું હતું કે મને જે મળ્યું નથી, તે બધુ જ હું તેને અપાવીશ. પિતૃત્વનો આ પ્રવાસ ખૂબ જ સાર્થકતા અને પૂર્ણતાનો આનંદ આપનાર પ્રવાસ છે. હું પોતે પિતા થયો, ત્યાર બાદ મારા પિતાએ મારા માટે જે જે કર્યું તેનું મોલ મને સમજાયું. મારા પિતાએ મને હંમેશા માર્ગદર્શન આપ્યું છે, જે બદલ હું ઋણી છું. હું જ્યારે મારા પુત્રને ઉછેરી રહ્યો છું, ત્યારે હું પણ તેને સમય અને સંબંધોનું મૂલ્ય સમજાઉં છું. હું ગમે તેટલો થાકી ગયો હોઉં, પણ હું ઘરે હોઉં ત્યારે વ્યોમને સુવાના સમયે વાર્તા અચૂક વાંચીને સંભળાઉં છું અને ફૂટબોલની પ્રૅક્ટિસ માટે લઈ જઉં છું. પિતૃત્વએ મારા જીવને સમૃદ્ધ બનાવ્યું છે અને હું મારા પિતાનો વધુ સારો પુત્ર કેવી રીતે બની શકું છું, એ મને શીખવાડ્યું છે. તમામ પિતા, પુત્રો અને પુત્રીઓને ‘વિશ્વ ફાધર્સ ડે’ની શુભકામનાઓ!”
કલર્સની ધારાવાહિક ‘શિવ શક્તિ- તપ ત્યાગ તાંડવ’માં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવી રહેલ તરુણ ખન્ના કહે છે, “મારા પિતાએ શીખવેલ પ્રામાણિકતા, પરિશ્રમ અને જવાબદારી જેવા ગુણ હું કેળવું છું. પરિવાર અને દોસ્તીનું મહત્ત્વ તેમણે મને સમજાવ્યું. તેઓએ મારામાં જે મૂલ્યોનું સિંચન કર્યું છે, તેના આધાર પર મેં મારા સંબંધો ઊભા કર્યા છે. એક પિતા તરીકે મારા પુત્રમાં પણ આ જ અનુશાસન કેળવવાનો મારો પ્રયત્ન હોય છે. હું શૂટિંગમાં ગમે તેટલો વ્યસ્ત હોઉં, પણ મારા પુત્ર માટે હું તેની સાથે રહેવાનો પ્રયત્ન કરું છું. તેના જીવનના દરેક મહત્ત્વના તબક્કા પર મારે તેની સાથે રહેવું છે. તે જેરે કશુંક નવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે હું રોમાંચિત થાઉં છું. મારા પિતા મારા પ્રથમ હીરો છે અને મારા પુત્રના મનમાં મારું એ જ સ્થાન રહે, એવી મારી ઈચ્છા છે.
કલર્સની ધારાવાહિક ‘સુહાગન’માં બિંદિયાનું પાત્ર ભજવનાર આકૃતિ શર્મા કહે છે, “હું જ્યારે પણ મારા પિતાથી દૂર હોઉં છું, ત્યારે હું તેમના સેન્સ ઓફ હ્યુમરને ખૂબ જ મિસ કરું છું. તેમના જોક્સ અમારા પરિવારને સદા હસાવતા હોય છે. હું તો હમેશા કહું છું કે તેમનો પોતાનો કોમેડી શો હોવો જોઈએ. તેમનું કોમિક ટાઈમિંગ જબરદસ્ત છે અને તેઓ દરેક વસ્તુને મનોરંજક બનાવી શકે છે. તેમણે મને પડકારજનક સમયે હસવાની મજા શું છે, એ સમજાવ્યું છે. મને મારા પ્રયાસોમાં હમેશા તેમનું માર્ગદર્શન અને સમર્થન મળ્યું છે, જે બદલ હું તેમની ઋણી છું. તેમના કારણે જ હું એક્ટર બનવાનું મારું સપનું જીવી રહી છું. તેમણે હમેશા મને મારો અભિપ્રાય રાખવા માટે પ્રોત્સાહિત કર્યું છે, જેની મારા કામ પ્રત્યેના દૃષ્ટિકોણ પર ઘણી અસર થઈ છે. જ્યારે પણ મને મારી માનસિકતામાં પરિવર્તનની જરૂર જણાય છે, ત્યારે હું અચૂક તેમની સાથે વાત કરું છું. આ વિશ્વ ફાધર્સ ડે પર હું કહેવા માંગુ છું કે, હું તેમને પ્રેમ કરું છું અને તેઓ હમેશા મારા આધારસ્તંભ બની રહેશે.”
કલર્સનો શો ‘જુનૂનિયત’માં જૉર્ડનની ભૂમિકા કરી રહેલ ગૌતમ સિંહ વિગ કહે છે, “મને દરરોજ મારામાં મારા પિતા દેખાય છે. જ્યારે હું મારા પિતા વિશે વિચારું છું, ત્યારે મારું મન ગર્વ અને પ્રેમથી ભરાઈ જાય છે. તેમણે કરેલ સખત મેહનત, સંઘર્ષ અને શક્તિ મને જીવનના પડકારોને પાર કરવા માટે પ્રેરણા આપે છે. મારા પિતા મારા સુપરહીરો અને મારા સૌથી મોટા ફૅન છે. હું જ્યારે તેમને મારા કામ પર ગર્વ કરતા જોઉં છું ત્યારે હું ભાવુક થઈ જઉં છું. મને બધુ જ શ્રેષ્ઠ આપવાની તેમની ઈચ્છા હું જોઈ શકું છું. મારા જીવનમાં મને ખુશ જોવા કરતા તેમના માટે બીજું કશું જ મહત્ત્વનું નથી. તેમની સૂઝથી અત્યાર સુધી કેટલી મુશ્કેલીઓમાંથી હું ઉગરી ગયો છું, એનો કોઈ હિસાબ નથી. હું આશા રાખું છું કે હું પણ તેમના જેવો જ સમજદાર અને આશાવાદી બની શકું.”