સિંગર મુકેશના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ગીતો આજે પણ નાના- મોટા સૌ કોઈને ગમે છે. અમદાવાદીઓ માટે રિધમ- 2 ખાતે સુપ્રસિદ્ધ સિંગર મુકેશના ગીતો પર લાઈવ કોન્સર્ટ “મેજીક ઓફ મુકેશ” યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એલાઇટ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. 6 ઓગસ્ટ, 2023- રવિવારના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં ડો. મિતાલી નાગ, સલીમ મલિક, નઇમ તિરમીઝી દ્વારા સિંગર મુકેશના ગીતો પર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું જેઓએ આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. અને “મેજીક ઓફ મુકેશ” મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ઓર્કેસ્ટ્રા અમિત ચુનારાનું હતું અને આ સમગ્ર કાર્યક્રમના એન્કર ભૂમિકા વિરાણી હતા.
ઉલ્લેખનીય છે કે નઇમ તિરમીઝી આ કાર્યક્રમના ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ માનવતાવાદી સામાજિક ઉત્કર્ષના કાર્યો સાથે સંકળાયેલા બિઝનેસમેન છે. તેઓનું એલાઈટ ગ્રુપ ઘણાં વર્ષોથી કાર્યરત છે. નઇમ તિરમીઝીએ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમને તાજેતરમાં જ તેમનાં ઉત્કૃષ્ટ સમાજસેવાના કર્યો બદલ પટના બિહાર વિધાનસભા ઉપ સભાગૃહમાં યોજાયેલ ડૉ.આંબેડકર સન્માન સમારોહમાં સમ્માનિત કરવામાં આવ્યાં હતા.
“મેજીક ઓફ મુકેશ” મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ઓર્કેસ્ટ્રા અમિત ચુનારાનું હતું અને આ સમગ્ર કાર્યક્રમના એન્કર ભૂમિકા વિરાણી હતા કે જેઓએ આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે એમએલએ વેજલપુર શ્રી અમિતભાઇ ઠાકર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સોશિયલ વર્કર રૂપાબેન શાહ ઉપસ્થિત રહ્યાં હતા કે જેમણે આ કાર્યક્રમને ઘણો વખાણ્યો હતો.
ઘણાં સંગીતપ્રેમીઓ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ મુકેશના ગીતોનો આનંદ માણ્યો હતો. “જીના યહાઁ મરના યહાઁ, યે મેરા દીવાનાપન હૈ, સાવન કે મહિના, કહી દૂર જબ દિન ઢલ જાયે, દિલ ને ફિર યાદ કિયા, કભી કભી, ઓ મેરે સનમ, આવારા હુ, આ લૌટ કે આજા વગેરે જેવાં ઘણાં ગીતો પર સિંગર્સ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત પ્રેક્ષકોને ઘણું પસંદ આવ્યું હતું.