મોરારી બાપુએ સ્પષ્ટતા કરી કે મોરબી બ્રિજ કેસમાં કોર્ટનો આદેશ જ સર્વોપરી છે, આરોપીઓને માફ કરવાની હિમાયત કરી નથી
તલગાજરડા (ગુજરાત) [ભારત], 10 ઓક્ટોબર: ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શ્રદ્ધાંજલિ સંદર્ભે પૂજ્ય મોરારીબાપુની કથાએ ગઈકાલે મોરબી ખાતે વિરામ લીધો. આ કથા દરમિયાન પુલ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનોની મુલાકાતે પૂજ્ય બાપુ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને કબીર બાપુ શ્રી શિવરામ બાપુ ગયા હતા અને એ સમયે ભોગ બનેલા લોકો ના પરિવારજનોએ જે ભાવ વ્યક્ત કર્યો હતો એ ગઈકાલે બાપુએ વ્યાસપીઠ પરથી સ્પષ્ટ કર્યો કે ભોગ બનેલા લોકોના સ્વજનોને ક્ષમા આપવાના વિચાર આવ્યો છે. મેટર કોર્ટમાં છે એથી એ વિશે કંઈ કહેવું અસ્થાને છે પરંતુ કથા ની અસરો વ્યાપક છે અને તે લોકોનાં વિચારો બદલે છે. પુજ્ય મોરારિબાપુએ જેલમાં રહેલા લોકોને મુકત કરવા વિનંતી કરી જ નથી. જેની આ સાથે સ્પષ્ટતા કરવામાં આવે છે. સાથેના વિડિયો આ વાતની પુષ્ટિ કરે છે. રામકથા લોકોનું હ્રદય પરિવર્તન કરે છે એ મતલબની વાત પુજય બાપુએ કથાના સમાપનમાં કરી છે.