વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 50 વર્ષના એક મહિલાને લાવવામાં આવ્યા હતા. આમહિલાને અચાનક ડાબા પડખામાં દુ:ખાવો થયો હતો. મહિલાને ગંભીર સ્થિતિમાં વોકહાર્ટ હોસ્પિટલ ઈમરજન્સીમાં લાવવા પડયા. આ મહિલાની ડૉ.રાજેશ ગણાત્રાની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી હતી.
ડૉ.રાજેશ ગણાત્રા (સિનીયર કન્સલ્ટન્ટ અને યુરોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “હોસ્પિટલ ખાતે આવનાર આ મહિલાનું પ્રાથમિક સારવાર બાદ તુરંત નિદાન કરવામાં આવ્યું. તેઓને ડાબી કિડનીમાં 11 સે.મી ની ગાંઠ ફાટી ગઈ હતી, તેથી તેમનું હીમોગ્લોબીન માત્ર 3 ગ્રામ જેટલું થઈ ગયું હતું.”
આ મહિલાનું ઈમરજન્સી ઓપરેશન કરવામાં અવાયું અને ગાંઠ દૂર કરવામાં આવી. તેમાંથી થતો રક્તસ્ત્રાવ અટકાવવામાં આવ્યો. તેઓને હોસ્પિટલમાંથી એકદમ સ્વસ્થ કરીને પાંચ જ દિવસમાં રજા આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓને એન્જીયોમાયોલાયપોમા નામક ગાંઠ હતી.