ધ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) દ્વારા તાજેતરમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ) અને સ્વાસ્થ્ય તથા પરિવાર મંત્રાલય (એમઓએચ) દ્વારા સંભવિત વિનંતી સાથે તબીબી વ્યવસાયિકો માટે નિર્દેશ જારી કર્યા હતા. આ પત્રમાં સૂચના અપાઈ છે કે ડોક્ટરોએ ડીજીએચએસ અને એમઓએચની પૂર્વપરવાનગી પ્રાપ્ત કર્યા વિના ઈ-સિગારેટ્સ સંબંધી કોઈ પણ સંશોધન પ્રવૃત્તિઓની પહેલ નહીં કરવા અને તેમાં ભાગ નહીં લેવો જોઈએ. આ નિર્દેશ ઈ-સિગારેટો પર પ્રતિબંધ મૂકવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની ભલામણ સાથે નિકટતાથી સુમેળ સાધે છે, જે દેશમાં આ મુદ્દા પર તબીબી સંશોધન વ્યવહારો માટે નોંધપાત્ર અવરોધ છે.
ભારતમાં સંશોધન દેશને આત્મનિર્ભર બનાવવા અને તેમનું જ્ઞાન પરિવર્તિત કરવા પર એકાગ્રતા તેમ જ રોજબરોજના જીવનમાં બદલાવ લાવવા વડા પ્રધાનના ધ્યેયને સમૃદ્ધ બનાવી શકાય તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વૈજ્ઞાનિક અને નાવીન્યપૂર્ણ હોવું જોઈએ. પ્રાથમિક સંશોધન આગળ આવે ત્યારે જ આ શક્ય છે.
દાખલા તરીકે તમાકુ નિયંત્રણ પર સરકારના પગલાં ત્યારે વધુ અસર બની શકે જો તે વાસ્તવિકતાઓના આધાર પર નિર્ભર રહે. ધૂમ્રપાન કરનાર અને ઈ-સિગારેટના ઉપભોક્તાઓ વચ્ચે ડેટાની તુલના ધૂમ્રપાન કરનાર અને ઈ-સિગારેટના ઉપભોક્તાઓની તુલનાથી વિપરીત નવા નિકોટિનના વિકલ્પોના પ્રભાવને સમજવાનો આધાર હોવો જોઈએ. ડેટાની તુલના ડેટા વ્યવહારુ અને વાસ્તવલક્ષી રીતે નહીં કરાય ત્યાં આગળ જતાં નિયંત્રણ અને અવરોધોમાં પરિણમી શકે છે.
યુકે અને સ્વીડને નિકોટિનના વિકલ્પોનો ઉપયોગ કરવા પર તૈયાર નીતિ અપાવી છે. યુકેના સ્વાસ્થ્ય વિભાગે એવું તારણ કાઢ્યું છે કે નિકોટિનના વિકલ્પો પારંપરિક કમ્બસ્ટિબલ તમાકુ કરતાં કમસેકમ 90 ટકા ઓછા હાનિકારક છે, જે 2.5 મિલિયન સ્મોકર્સને સ્વિચ કરવા અને આખરે તમાકુ છોડવા માટે મદદ કરે છે. સ્વીડન ટૂંક સમયમાં જ ધૂમ્રપાન મુક્ત પ્રથમ દેશ બનવાની તૈયારીમાં છે. અહીં નવા નિકોટિન વિકલ્પોની મદદથી ધૂમ્રપાનનું પ્રમાણમાં ફક્ત 15 વર્ષમાં 15 ટકા પરથી 5.6 ટકા પર નીચે આવ્યું છે. ઉપરાંત કેન્સરની 41 ટકા ઘટનાઓ ઓછી છે, સજે ઈયુમાં સૌથી ઓછી છે.
યુએસમાં તાજેતરનો સીડીસી રિપોર્ટ આલેખિત કરે છે કે પુખ્તોમાં વેપિંગ રેટ વધ્યો છે ત્યારે પુખ્તો અથવા કિશોરોમાં ધૂમ્રપાનનો દર વધાર્યો નથી, જે બંનેજૂથે ઉપયોગમાં ઘટાડો નોંધાવ્યો છે. અહેવાલ એ પણ સંકેત આપે છે કે ટીમ વેપર્સ 2019માં નોંધાયેલી સંખ્યા સામે 61 ટકાથી ઘટી છે.
ડબ્લ્યુએચઓ દ્વારા તાજેતરમાં જારી દસ્તાવેજો ભલામણ કરે છે કે સર્વ તમાકુનાં ઉત્પાદનો પર પ્રતિબંધ અથવા નિયંત્રણ અથવા કર લાદનારા દેશો તમાકુ ગરમ કરવાની તુલનામાં બાળવાથી વધુ હાનિ કરે છે એ બાબતના વૈજ્ઞાનિક જનાધાર છતાં તે જ સ્વાસ્થ્યના જોખમના બ્રેકેટમાં તેમને જોડે છે.
આ અભિગમથી વિપરીત કોક્રેન લાઈબ્રેરીએ નવેમ્બર 2022માં તારણ કાઢ્યું કે નિકોટિન સાથેની ઈ-સિગારેટો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપીની તુલનામાં ધૂમ્રપાન છોડવાનું પ્રમાણ વધારે છે. વેપિંગ પ્રત્યે ઉદાર નિયમ સાથેના દેશોમાં ધૂમ્રપાન વૈશ્વિક સરેરાશની તુલનામાં બેગણું ઓછું થયું છે.
સંશોધન ખાસ કરીને ભારત જેવા દેશમાં વસતિનો આકાર જોતાં સ્વાસ્થ્ય અવકાશમાં વૈજ્ઞાનિક ક્રાંતિના કોઈ પણ પ્રકારની જીવનરેખા છે. યોગ્ય ધોરણો, એકાગ્રતા અને ભાર વિશ્લેષણ બહાર લાવશ, જે પ્રગતિશીલ ધોરણ ઘડવા અને સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે આગળની રાહ ચીંધવામાં મદદ કરશે. દરેક નાગરિકોને આ અભિગમને તર્કનો આધાર હોય તો માહિતીનો અધિકાર મળશે. સંશોધન મહત્ત્વપૂર્ણ ભાગ છે તે જોતાં સંશોધન અભિગમમાં અંતર હોય તો તે સરકારી યંત્રણા તેમ જ નાગરિકો માટે પણ માહિતીના અધિકાર સાથે બાંધછોડ કરે છે. સંભવિત રીતે તમાકુની હાનિથી જીવન બચાવવાનો વિકલ્પ બંધ કરે છે.
ભારતના કિસ્સામાં ડીજીએચએસના નિર્દેશમાં જો નિર્ભર રાખેલો ડેટા દ્વિતીય સંશોધન ધ્યાનમાં નહીં લે પરંતુ વિશ્વસનીય ઉત્પાદન સંશોધનમાંથી ગુણવત્તાયુક્ત અને ઊંડાણભરી ઈનસાઈટ્સ પર આધાર રાખે તો સુધારણા માટે અવકાશ છે. દાખલા તરીકે ઈ-સિગારેટના ઉપભોક્તાઓની તુલના નોન- સ્મોકર સાથે કરાય તો હાનિ ઘટાડાનો અભ્યાસ કરવા ઈ-સિગારેટના ઉપભોક્તાઓ સાથે સિગારેટ પીનારાની તુલના સામે સંપૂર્ણ વિશ્લેષણ નહીં આપશે. આવાં ઘણાં બધાં પાસાં જો કાર્યક્ષમ રીતે નિર્માણ કરાય, જેમાં ભારત સરકાર યોગ્ય એકાગ્રતા રાખે તો તબીબી ઉત્પાદનો અને ઔષધીય મીઠું જેવાં અન્ય ક્ષેત્રોમાં બહેતર ધોરણો પ્રેરિત થઈ શકે છે. જો તમાકુ નિયંત્રણ ધોરણો આવા સંશોધનલક્ષી અભિગમનો ઉપયોગ કરે તો તેઓ ઈનસાઈટ્સ પર નિર્ભર રહી શકે અને તમાકુથી હાનિ ઓછી કરી શકે છે.
આથી જ નીતિના ઘડવૈયાઓ માટે એ મહત્ત્વપૂર્ણ છે કે તમાકુ નિયંત્રણ ધોરણ જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓને ઉકેલે તે રીતે ઘડવું જોઈએ. સંશોધન અસરકારક ધોરણો લાવી શકે તે ઐતિહાસિક મહત્ત્વની જાહેર સ્વાસ્થ્ય ક્રાંતિના આધાર પર આપણને મૂકી શકે છે. આપણે ઘણી બધી જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓ પર લાંબા સમયથી બહુ સારું કામ કર્યું છે. તેમાં વિજ્ઞાન, કારણ અને માનવતાવાદને અંગીકાર કરવાનું જ આપણા માટે આવશ્યક હોય છે. આસાન શબ્દોમાં કહીએ તો ભારતને આપણા દેશની વિકસિત ભારત @ 2047ની સંપૂર્ણ સંભાવના હાંસલ કરવામાં મદદરૂપ થવા માટે સંશોધનનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ પાછું લાવવું જોઈએ.