કેન્દ્ર સરકારની વિવિધ વિભાગોમાં ભરતી માટે અલગ અલગ બોર્ડ પરીક્ષા લઇ રહ્યા છે. તેવા સંજોગોમાં હવે કેન્દ્ર સરકાર નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને મંજૂરી આપીછે,જેને પગલે રેલવે બેંકિગ કે સ્ટાફ સિલેકશનની એક જ પરીક્ષા લેવાશે એટલેકે અલગ અલગ પરીક્ષા અપવી નહીં પડે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર એ બુધવારે કહ્યું કે કેબિનેટની બેઠક થઇ જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. યુવાનો માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને મંજૂરી આપી દીધી છે. જેથી દેશના કરોડો યુવાનોને ફાયદો મળશે.
તેમણે કહ્યું કે નોકરી માટે યુવાઓને ઘણી બધી પરીક્ષા આપવી પડે છે, આ બધુ સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ એજન્સીની સ્થાપના કરવામા આવશે. તેમણે કહ્યું કે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ સંસ્થા કોમ એલિજિબિટી ટેસ્ટ લેશે જેનો કરોડો યુવાનોને ફાયદો મળશે. તેમણે કહ્યું કે હવે એક પરીક્ષા થશે તેમની તકલીફ દૂર થશે અને આગળ જવાની તક મળશે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે રેલવે, બેકિંગ અને એસએસસીની પ્રાથમિક પરીક્ષા માટે અલગ-અલગ પરીક્ષા આપવાની જરૂર નહી પડે. આ ત્રણેય માટે એક એજન્સી બનાવવામાં આવશે. એક જ અરજી, એક જ શુલ્ક, એક જ પરીક્ષા હશે. આ પરીક્ષાનો સ્કોર ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. અત્યાર સુધી બે ભાષાઓમા6 જ પરીક્ષા આપવાની પરવાનગી હતી, પરંતુ તેના દ્વારા પરીક્ષાઓને 12 ભાષાઓમાં પરીક્ષા આપી શકે છે.