વાસ્તુશાસ્ત્ર જીવનની ગુણવત્તાને વધારવા માટે પર્યાવરણમાં કુદરતી તત્વો સાથે સુમેળ સાધવાનું માનવામાં આવે છે. આધુનિક સમયમાં સંબંધો જાળવવાના પડકારોને જોતાં, પરિવારોને આશ્ચર્ય થાય છે કે શું વાસ્તુ સંબંધોની ગુણવત્તા સુધારી શકે છે અને પ્રેમમાં વધારો કરી શકે છે. વાસ્તુ નિષ્ણાત, શ્રી સંતોષ ગુરુ સમજાવે છે કે જગ્યામાં ઉર્જાનો પ્રવાહ તેના રહેવાસીઓની લાગણીઓ અને વર્તણૂકોને અસર કરી શકે છે તેથી, ઘરમાં સરળ ગોઠવણો કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ મહત્તમ થઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં પ્રેમ અને સંવાદિતા લાવી શકાય છે.
ફેબ્રુઆરીનો મહિનો અતિ ખાસ માનવામાં આવે છે. આજે વેલેન્ટાઈન્સ ડે છે. વસ્તુની તેની પર શું ઈમ્પૅક્ટ પડે છે તે અંગે શ્રી સંતોષ ગુરુ એ કેટલીક માહિતી શેર કરી છે. વાસ્તુશાસ્ત્રની મદદથી આપણે નકારાત્મક ઉર્જાને કાબૂમાં રાખી તેને સકારાત્મક ઉર્જામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. સરલ વાસ્તુ આ સમસ્યાઓ માટે વાસ્તુ ઉકેલો પ્રદાન કરે છે. ગુરુજીએ જીવનમાં ઊર્જા સંતુલન સમજાવવા માટે સરલ વાસ્તુ સિદ્ધાંતોની સ્થાપના કરી છે.
એક કપલ અંગે જણાવતાં તેઓ કહે છે કે, “સેજલ અને ધ્રુવ બંને દંપતી છે. તેઓને મિત્રતામાંથી પ્રેમ થયો હતો. બંને અલગ અલગ કાસ્ટના હોવાં કારણે તેમને લગ્ન કરવામાં મૂશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને સમાજનું તેમને ઘણું દબાણ હતું. પછી તેઓ મારી પાસે કન્સલ્ટિંગ માટે આવ્યા અને મેં તેમને અમુક પ્લેનેટ્સ અંગે માર્ગદર્શન આપ્યું. સેજલને ન્યૂમરોલોજી અને એસ્ટ્રોલોજીને ધ્યાનમાં રાખીને રોઝ કોર્ડ ક્રિસ્ટલ અને ધ્રુવને એમેથિટ્સ ક્રિસ્ટલ ધારણ કરવા માટે કહ્યું. ઉપરાંત બંનેને દ્વિમુખી રુદ્રાક્ષ ધારણ કરવા પણ કહ્યું અને તેમને 42 દિવસમાં જ સકારાત્મક રિઝલ્ટ મળ્યું. બંનેના પરિવાર માની ગયા અને તેઓના લગ્ન સફળ બન્યા.”