ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ , પાંચ દિવસિય મેળા “રાજસ્થાન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. 29મી તારીખે ઉદ્ધાટન પ્રસંગે કાર્યક્રમના સંયોજક નરેન્દ્ર પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતા. ઉદ્ગાટનના દિવસે સાંજે કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદ્ધાટન પ્રસંગે 100 જેટલાં સ્ટોલ્સનો પ્રારંભ થયો હતો, જેમાં ગૃહ અને કુટિર ઉદ્યોગની બહેનો તથા કારીગરોને રોજગારી આપવા માટે રાજસ્થાનના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ માટેનું પણ આયોજન કરાયું છે. 5 દિવસના આ કાર્યક્રમમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સાફા પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે.
આ ઉપરાંત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, કવિ સંમેલન, મહેંદી સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા સહિતના પણ અનેક આકર્ષણો હશે. આ સ્નેહ મિલન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય “હમારી સંસ્કૃતિ હમારા ગૌરવ” છે જે આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ છે.