ગભરાશો નહિ, વાત કોમેડી , સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ હાહાકારની થઈ રહી છે.
ત્રણ મિત્રો આર્થિકરીતે સદ્ધર થવા કારમાં આવતા શેરિંગ ટ્રિપ ના પેસેન્જરને લુંટવાનો પ્લાન કરે છે, અને પ્લાન દરમ્યાન એક પેસેન્જરનું મૃત્યુ થઈ જાય છે અને પછી લાશને ઠેકાણે લગાવવા કેવા કેવા કિમિયા રચાય છે તે બાબતે સુપર કોમેડી અને સસ્પેન્સનો અનુભવ કરાવતી ફિલ્મ હાહાકાર સિનેમા ઘર માં આવી ચૂકી છે.
ફિલ્મના કોમિક ટાઇમિંગ સરસ રીતે ફિલ્માવવામાં આવ્યા છે, બે ચાર અભદ્ર ડાયલોગડિલિવરી ને બાદ કરતા ખુબ જ રમૂજ ડાયલોગ લખાયા છે,
મયુર ચૌહાણ, હેમાંગ શાહ અને મયંક ગઢવીના પત્રોમાં ત્રણેય કલાકારોએ ખૂબ સારો ન્યાય આપ્યો છે.
ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી નબળી પડે છે એમ લાગે, પણ એકંદરે જૂના રૂરલ ગીતો નો સધિયારો મળતા ફિલ્મ દર્શકોને ચોક્કસ પકડી રાખે તે મુજબ તૈયાર કરવામાં આવી છે.
ફિલ્મ ડિરેક્ટર પ્રતિક સિંહ ચાવડા ની મહેનત કમાલ છે, પાર્થ ઠક્કરનું સંગીત અને જીગ્નેશ કવિરાજના કંઠે ગવાયેલા ગીતો ફિલ્મ માં પ્રાણ પુરે છે.
એકંદરે હલ્કી ફૂલકી કોમેડી સાથે કોઈ ફિલ્મ જોવાનો પ્લાન કરી રહ્યા છો તો આજે જ પહોંચી જાવ નજીકના સિનેમાઘરમાં.
આ ફિલ્મને અમે 3/5 સ્ટાર્સ આપીશું