- “સદગુરુ કબીર નવોદય યાત્રા ગુજરાત – 2025” નો છેલ્લો દિવસ અને સમાપન સમારોહ 16 એપ્રિલ 2025- બુધવારના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, વસ્ત્રાલ, અમદાવાદ (ગુજરાત) ખાતે યોજાશે
અમદાવાદ : વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ સાહેબ કબીર ધર્મનગર દામાખેડા જીલ્લા-બલૌઠા બજાર છતીસગઠથી સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા સદગુરૂ કબીર ધર્મદાસ વંશાવલી અભિયાન એટલે કે કે.ડી. વી મિશનના તત્વાઘાનમાં સંપન્ન થઈ રહી છે. “સદગુરુ કબીર નવોદય યાત્રા ગુજરાત – 2025” નો છેલ્લો દિવસ અને સમાપન સમારોહ 16 એપ્રિલ 2025- બુધવારના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલ, વસ્ત્રાલ, અમદાવાદ (ગુજરાત) ખાતે યોજાશે. આ અંગે મહંત પર્વતદાસ (કે.ડી.વી મિશનના રાષ્ટ્રીય પ્રવક્તા), મહંત રામદાસ (રાજ્ય પ્રતિનિધિ ગુજરાત, કે.ડી.વી મિશન) અને એમનભાઈ (રાષ્ટ્રીય મહાસચિવ, કે.ડી.વી મિશન) એ માહિતી અર્પિત કરી હતી.
આ પ્રસંગે પંથ શ્રી ઉદિતમુનિ નામ સાહેબ બપોરે 2:00 વાગ્યે પધારશે, જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાંતના તમામ રાજ્ય, જિલ્લા અને તાલુકા પ્રતિનિધિઓ સહિત યુવાનો, મહિલાઓ અને ભક્તોની એક ખાસ સભા યોજાશે. કેડીવી મિશનના આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના તમામ પ્રતિનિધિઓ, મહંત-દિવાન સાહેબ, સાધુ-સંતો, ભક્તો, યુવાનો અને મહિલાઓ અને ધર્મપ્રેમી માતાઓ અને બહેનો અને તેમના પરિવારો ઉપસ્થિત રહેશે.

કબીર ધર્મદાસ વંશાવલી મિશન (કે.ડી.વી મિશન)નો મુખ્ય ઉદ્દેશ્ય “જીવ દયા અને આત્મપૂજા”નો એક શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક સંદેશ છે જે કબીર સાહેબના સમગ્ર દર્શનને એક જ પંક્તિમાં પોરવે છે.
કબીર પંથી સમુદાયને એક સુત્રમાં પરોવી વિશ્વ પટલ ઉપર સામે લાવવો,સદગરુ કબીર સાહેબને વિશ્વ પટલ ઉપર જે સમ્માન અને જે ભૂમિકાના હક્કદાર છે એમા પ્રતિષ્ઠિત કરવા,આધ્યાત્મના નવ સાહિત્યનું સર્જન કરવુ, સમાજમાં છુપાયેલી પ્રતિભાઓને ઓળખીને તેને પ્રોત્સાહિત કરવી, માનવને માનવતાના માર્ગે દોરી સેવા, સમતા તથા સુમતીનો પાઠ ભણાવવો, વિશ્વ કલ્યાણ માટે આધ્યાત્મને જીવનના કેન્દ્રમાં રાખી સ્વાર્થ તથા અંહકારથી ઉપર ઉઠીને જીવન જીવવાનો મંત્ર આપવો તેમજ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરવુ તેમજ જીવદયા અને આત્મ પૂજાનો સાર સમજાવી દરેક જીવો ઉપર દયા કરવી તેમજ સ્વની ઓળખ માટે આત્મ પુજાનો સંદેશો આપતા જીવનમાં પોતાના માટે સમય કાઢી પોતાના આત્મ કલ્યાણના માર્ગે ચાલવાનો સંઠશો આપ્યો . પંથ શ્રી એ પાછલા વર્ષે રાજસ્થાનની સફળ યાત્રા પછી આ વર્ષે તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભની યાત્રા કરી હતી. ભારત વર્ષના સંતો,જ્ગતગુરૂ શંકરાચાર્યો મતધીશો, તેમજ કથા વાચકોની મુલાકાત લઈને સદ્ગુરુ નવોદય યાત્રાના ઉદ્દેશની ચર્ચા કરી વિશ્વ બંધુત્વ,વિશ્વ કલ્યાણ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જાહેર કરી સૌ સાથે મળી વિશ્વનું ભલુ થાય તેવા પ્રયાસોમાં સહભાગી થવાની અપીલ કરી. આજે ગુજરાતની ભૂમિ પર ત્રીજા ચરણની યાત્રા પણ અતિ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ રહી છે