પરેશ રાવલે ‘હેરાફેરી 3’ છોડતાં પંકજ ત્રિપાઠી બાબુરાવ બનશે એવી ચર્ચા હતી
India-‘હેરાફેરી 3’ને લઈને ઘણી ચર્ચાઓ અને વિવાદો ચાલી રહ્યાં છે. ખાસ કરીને પરેશ રાવલે જ્યારે બાબુરાવનો રોલ ન કરવાની વાત કરી, ત્યારથી વિવાદ વધારે વધી ગયો. લોકો વિચારી રહ્યા છે કે હવે આ રોલ કોણ કરશે?
પંકજ ત્રિપાઠીનું નામ ઘણું ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, “મને નથી લાગતું કે હું આ રોલ માટે યોગ્ય છું. પરેશ રાવલ ખૂબ જ સારા અભિનેતા છે અને તેમની જેમ બનવું મુશ્કેલ છે. હું તો એમની સામે કશું જ નથી.”પંકજ ત્રિપાઠી ઘણા જાણીતા છે, જેમ કે ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘ફુકરે’, ‘સ્ત્રી’ જેવી ફિલ્મોમાં. તેમનું કોમિક ટાઈમિંગ લોકો ને ખૂબ પસંદ છે. છતાં તેમણે સ્વીકારી લીધું કે બાબુરાવનો રોલ કરવો ખૂબ મોટો પડકાર છે.આ બાબતે સુનીલ શેટ્ટી પણ આશ્ચર્યમાં છે. તેમણે કહ્યું કે પરેશ રાવલ એમના મિત્રો છે અને તેમને મળીને વાત કરવાની છે. તેમણે ઉમેર્યું કે હેરાફેરીમાં અક્ષય, પરેશ અને હું – આપણે બધાં સાથે છીએ.સુનીલ શેટ્ટી એ પણ જણાવ્યું કે તેઓ ‘આવારા પાગલ દિવાના’ અને ‘વેલકમ’ના નવા ભાગ વિશે પણ વિચાર કરી રહ્યાં છે.