Ahmedabad: હાલ કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને દરેક લોકો તેનો સામનો કરી રહ્યાં છે. દરેક હોસ્પિટલ પોતાના દર્દીઓને શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ આપવા માટે પ્રયત્નો કરી રહેલ છે. આ જ રીતે ઈન્ડિયાની અગ્રણી હોસ્પિટલ્સમાની એક હૃદય સે હોસ્પિટલનું મિશન હંમેશાથી હેલ્થ માટે પ્રેરણારૂપ, આશાવાદી અને યોગદાન આપવાનું રહ્યું છે અને દરેક પેશન્ટને હાઈ ટેક્નોલોજી સાથે જ નોલેજ આપીને સંકલિત પ્રેક્ટિસ દ્વારા શ્રેષ્ઠ સંભાળ આપીને અને તેનું વિઝન દર્દીઓને તેમને પોષાય તેવી કિંમતે ગુણવત્તા પૂરી પાડવાનું છે તથા તે માટેના અનૂરૂપ લીડર બનવાનું છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકોને આર્થિક રીતે અસર પહોંચી છે તેથી હૃદય સે હોસ્પિટલ આ મહામારી દરમિયાન સારવાર લઈ રહેલા દર્દીઓનો આર્થિક બોજ ઓછો કરવા માટે મદદ કરે છે. અમારું ધ્યેય હંમેશા લોકોને હાઈ બ્રાન્ડ ફેસિલિટી સાથે મદદ કરવાનું છે. અમારા મિરાકલ આઇસીયૂ યૂરોપીયન વેન્ટીલેટર સાથે એમ્બેડેડ છે અને અમારી એકમાત્ર હોસ્પિટલ છે જેનું આઇસીયૂ સેટઅપ ગ્રાઉન્ડ ફ્લોર પર છે.
હૃદય સે- અ પ્રોડક્ટ ઓફ ટર્નિંગ- પોઈન્ટ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન, શ્રી સુરેન્દ્ર સી. છાજેડે જણાવ્યું હતું કે, “હૃદય સે હોસ્પિટલ દ્વારા ટ્રીટમેન્ટ માટેનો એક નવીનતમ અભિગમ બહાર પાડવામાં આવેલ છે, જેમાં યોગા, ગરબા, અંતાક્ષરી, મેડિટેશન, પૂજા, બેન્ડ્સ સાથે લાઈવ મ્યુઝિક વગેરે દ્વારા દર્દીઓના સ્ટ્રેસ લેવલને ઓછું કરવામાં આવે છે. વિશ્વાસ સાથે દર્દીઓ સાથે બોન્ડ બાંધવામાં હૃદય સે હોસ્પિટલ હંમેશા પ્રયત્નશીલ રહી છે. દર્દીઓની સુખાકારીને પ્રાધાન્ય આપતી આ હોસ્પિટલ દર્દીઓને શ્રેષ્ઠ સેવાઓ આપવામાં આગળ રહે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સમાજના દરેક વર્ગોની સેવા કરવા માટે, અમે દેશભરમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો અને ક્લિનિક્સની ચેઈન સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે માનીએ છીએ કે લોકોએ વર્ષમાં 2 વાર રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવવું જોઈએ અને તે માટે અમે લોકોને જાગૃત પણ કરીએ છીએ. અમે અવેરનેસ પ્રોગ્રામ્સ શરૂ કરવાની પણ યોજના બનાવી છે જેનાથી, અમે 2000 જેટલા પરિવારોને ફ્રી હેલ્થ ચેકઅપ પ્રદાન કરીએ છીએ.”
હૃદય સે હોસ્પિટલ્સના અનુભવી ડોક્ટર્સની પેનલમાં ડો. ઉમેશ ગુર્જર (એમ. ડી., ડી. જી. ઓ.,ડીએનએચઈ, સીએએફઈ), ડો. રુદ્રદત્ત પરમાર (એમડી- પલ્મોનરી મેડિસિન, આઈડીસીસીએમ- ઇન્ટેન્સિવ & ક્રિટિકલ કેર), ડો. વરુણ બજાજ (એમએસ, એફએમએએસ, એક્સ રેસ.એઈમ્સ, ન્યૂ દિલ્હી), ડો. વાય. સી. શાહ (એમ. એસ., એમ. સીએચ. ન્યૂરો), ડો. કૃણાલ તમાકુવાલા (ડીએમ- કાર્ડીઓલોજી, એમડી- મેડિસિન, એએફઈએસસી, એફસીસીએસ), ડો. જય એચ. શાહ (ડીએમ- નેફ્રોલોજી, એમડી- ઈન્ટરનલ મેડિસિન) તથા ડો. ચિરાગ શાહ (ડીએમઆરડી, ડીએનબી રેડિયો ડાયગ્નોસિસ) વગેરેનો સમાવેશ થાય છે.
હોસ્પિટલ દ્વારા તાજેતરમાં અપનાવેલ બ્રાન્ડ પ્રોમિસ, “જ્યાં સારવાર હૃદયથી આવે છે” તે ખરેખર મારા ઈન્ટરનલ અને એક્સ્ટર્નલ સ્ટેકહોલ્ડર્સ માટેની પ્રોમિસ છે, જેમાં તેના પાર્ટનર્સ, એમ્પ્લોયીઝ,પેશન્ટ્સ, બિઝનેસ એસોસિએટ્સ અને પબ્લિકનો સમાવેશ થાય છે. હોસ્પિટલનું વિઝન ભારતના હેલ્થકેર સેક્ટરમાં સૌથી વિશ્વસનીય અને આદરણીય નામ બનાવવાનું છે.
હૃદય સે હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ મજબૂતપણે માને છે કે હેલ્થકેર સર્વિસીઝમાં નફાનો હેતુ રાખવો જોઈએ નહિ, જે તેમને કંપેશન,ઇન્ટિગ્રીટી અને રિસ્પેક્ટના તેમના મૂલ્યોમાં વધવામાં મદદ કરે છે. અહીં, માઈલ્ડ પેશન્ટ્સ અને હાઈ રિસ્ક પેશન્ટ્સને સારવાર આપવા માટે સેપરેટ ફ્લોર્સ ધરાવતી સ્ટેટ ઓફ ધ આર્ટ કોવિડ હોસ્પિટલ છે. ઉપરાંત, અહીંના આઈસીયુ યુરોપિયન વેન્ટિલેટર્સ સાથે જોડાયેલ છે અને આ દેશની પ્રથમ હોસ્પિટલ છે જેમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. કોર્નરસ્ટોનના રૂપમાં ક્વોલિટી પ્રોગ્રામ્સ ચલાવતા ડોક્ટરોની અનુભવી ટીમ પણ રહેલી છે. હૃદય સે હોસ્પિટલ તેના ફાઉન્ડેશન્સ અને સીએસઆર એક્ટિવિટીઝ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પણ સહાયતા પ્રદાન કરે છે.