ગુજરાતી સિનેમામાં વાર્તા અને ભાવનાઓનો મિલાપ ઝડપથી ઊંડો થઈ રહ્યો છે – અને “ડેડા” તેની એક ઉત્તમ સાબિતી છે. હેમા શુક્લાના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ એક સામાન્ય મિડલ ક્લાસ પિતાની વાર્તા કહે છે, જે જીવનના અઘરા સંજોગોમાં પણ પોતાના પરિવાર માટે અડગ રહીને સંઘર્ષ કરે છે.
વાર્તા :-
અખિલ (ગૌરવ પાસવાલા) અને ખુશી (હેલી શાહ) દંપતિની દુનિયા તૂટી પડે છે જ્યારે ખુશીની હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે તાત્કાલિક મોટા નાણાંની જરૂરિયાત ઉભી થાય છે. ફિલ્મ તેમના આ ફાઇનાન્સિયલ તથા ભાવનાત્મક સંઘર્ષની છે – એક એવી યાત્રા જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે.
અભિનય:
ગૌરવ પાસવાલાનો અભિનય ઉત્કૃષ્ટ છે. એક પિતાના ડોલાતા મન, ભય અને પ્રેમના ભાવોને તેઓ ખૂબ ભાવુક રીતે વ્યક્ત કરે છે. હેલી શાહની પર્સેન્સ અને અભિનય પણ અંત સુધી પ્રભાવિત કરે છે. સહાયક કલાકારો – હિતેન તેજવાણી, અસ્સારાની, મેહુલ બુચ અને સોનાલી દેસાઈ – બધાએ તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી છે.
રેટિંગ:
