Ahmedabad: મુકતા એ2, થિયેટર વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે એક પ્રીમિયર નું આયોજન હતું.
એક સિમ્પલ લવ સ્ટોરી ફિલ્મ છે.
આટલી સુંદર ફિલ્મની પાછળ આજે મારે પહેલું નામ ડાયરેક્ટર અને રાઇટર ભૂષણ ભટ્ટનું લેવું પડે છે. કેમકે ફિલ્મ નાની પણ બધુ જ કહી જાય તેવી બનાવવી અને લખાવવી એ તેઓ બરાબર જાણે છે. આ ફિલ્મના કલાકારો જૈની શાહ, આશિષ રાજપૂત, ચાર્મી કેલૈયા, માનવ ગાંધી અને રિષી જાની નું મૂળ થિયેટર છે. એટલે પોતાના થિયેટર(નાટક)ના અનુભવ નો નીચોડ આ ફિલ્મમાં લગાવી દીધો છે, જે કાબલિયે દાદ છે.ફિલ્મનું મજબુત પાસું છે તેનું બેક ગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગસ જે તમને વારંવાર સાંભળવા ગમશે.
ફિલ્મમાં સમયાન્તરે આવતી પંચ લાઈનો એકદમ સંવેદનશીલ છે. લવ સ્ટોરી ફિલ્મમાં આટલા ઊંડાણ પૂર્વક સંવાદો એ લેખકની પરિપક્વતા દર્શાવે છે.
અનામિકા એક સિમ્પલ લવ સ્ટોરી છે.બે અજાણ્યા લોકો ગોવામાં મળે છે. એક વાંચવાની શોખીન છે અને એક લખવાનો શોખીન છે અને બંનેની મુલાકાત થઈ જાય છે બંને એક બીજાનું નામ જાણ્યા વગર ગોવામાં ત્રણ દિવસ સાથે રહેવાનું નક્કી કરે છે અને ત્રણ દિવસના અંતે એકબીજાને ગુડબાય ગિફ્ટ તરીકે પોતાના મૂળ નામ થી વિપરીત કંઈક અલગ નામ આપવાનું નક્કી કરે છે. આ ત્રણ દિવસની જર્નીમાં બંને એકબીજાના પ્રેમમાં ઓળઘોળ થઇ જાય છે પણ એકબીજાને કહી શકતા નથી. જો કુદરત ફરી મળાવશે તો મળશું બાકી આપણે એકબીજાની સાચી હકીકત જાણવાનો પ્રયાસ કરશું નહિ, તેવું નક્કી કરીને બંને છુટા પડે છે. હવે કુદરત આ બંનેને ફરી મળાવે છે કે કેમ એ જાણવા તમારે આ ફિલ્મ ચોક્કસ જોવી પડે. ફિલ્મનો ક્લાઇમેક્સ બહુ અદભુત અને લાગણી સભર બનાવ્યો છે.
રાઇટર અને ડિરેક્ટર તરીકે ભૂષણ ભટ્ટ, સહયોગી ડિરેક્ટર જય મહેતા, અને ક્રિએટિવ ડિરેક્ટર મિરલ જોષીનું કામ ઘણું વખાણવા લાયક છે.
સુંદર મજાની ફિલ્મની પંચ લાઈન છે યાદ રહી ગઈ એટલે લખું છું “સાથે કેવા લાગીયે છીએ એના કરતા
આપણે બંને સાથે હોઈએ ત્યારે કેવું લાગે છે એ મહત્વનું છે.” આવી સુંદર ઘણી લાઈનો તમને ફિલ્મ માં એકદમ લાગણી થી તરબોળ કરી દેશે. અંતમાં આ ફિલ્મ જોયા પછી તમારા આંખોના ખૂણા જો ભીના થઈ જાય તો સમજી લેજો હજી તમે માણસ તરીકે માનવતા સાથે જીવો છો.
એકવાર ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન 🌹
એક રિક્વેસ્ટ છે કે આટલી સુંદર ફિલ્મ અચૂક ફેમિલીને લઈને જોવા જજો.
નવા પ્રેમીઓએ ખાસ જોવા જજો.
અને એકબીજાને કેવી લાગી એ જણાવીને કોઈને જોવા મોકલશો. તો એ પણ પૈસા વગરનું સારું કામ છે જ..