ગેલેક્સી M51 કક્ષામાં અવ્વલ 6.7″ sAMOLEDપ્લસ ઈનફિનિટી- O ડિસ્પ્લે અને સિંગલ ટેક ફીચર સાથે 64MP ક્વેડ કેમેરાથી સમૃદ્ધ છે.
ગેલેક્સી M51 શક્તિશાળી ગેમિંગ અનુભવ માટે આગઝરતી ઝડપી ક્વેલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર દ્વારા પાવર્ડ છે.
– સપ્ટેમ્બર, 2020- ભારતની અત્યંત વિશ્વાસુ સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ટેક સાવી નવી પેઢી અને Gen Z ગ્રાહકો માટે તેના અત્યંત શક્તિશાળી અને પ્રીમિયમ M સિરીઝ સ્માર્ટફોન ગેલેક્સી M51ના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી. ક્વેલકોમ સ્નેપડ્રેગન 730G દ્વારા પાવર્ડ ગેલેક્સી M51 ભારતનો 7000mAh બેટરી સાથેનો પ્રથમ સ્માર્ટફોન છે. ગેલેક્સી M51રોમાંચક વ્યુઈંગ અનુભવ માટે સેગમેન્ટમાં અવ્વલ 6.7” sAMOLEDપ્લસ ઈનફિનિટી- O ડિસ્પ્લે અને સિંગલ ટેક ફીચર સાથે સેગમેન્ટમાં અવ્વલ સોની 64MP ક્વેડ કેમેરા સાથે આવે છે, જે તેને સેમસંગનીM સિરીઝના પોર્ટફોલિયોમાં “મીનેસ્ટ મોન્સ્ટર એવર’’ બનાવે છે.
ગેલેક્સી M સિરીઝ ભારતમાં 2020ના અંત સુધી ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યુ (જીએમવી)માં 3.5 અબજ યુએસ ડોલર (તેના લોન્ચના બે વર્ષથી પણ ઓછા સમયમાં) પાર કરીને ભારતમાં સૌથી વિશાળ અને ઝડપથી વૃદ્ધિ પામતી સ્માર્ટફોન બ્રાન્ડમાંથી એક બનાવે છે. ખાસ કરીને ઓનલાઈન શોપ કરવાને અગ્રતા આપતી યુવા ભારતીય પેઢી માટે ખાસ તૈયાર કરવામાં આવેલી M સિરીઝ સ્માર્ટફોન્સની ભરપૂર લોકપ્રિયતાનો દાખલો છે. ગેલેક્સી M51આજ સુધી રજૂ કરવામાં આવેલાં સર્વ Mસિરીઝ મોડેલમાં સૌથી નવો અને અત્યંત શક્તિશાળી છે. ફક્ત 7000mAh બેટરી ઉદ્યોગવ્યાપી અને ઘણા બધા અન્ય અદભુત ફીચર્સ સાથે ગેલેક્સી M51યોગ્ય રીતે જ મીનેસ્ટ મોન્સ્ટર એવરની તેની માર્કેટિંગ કેમ્પેઈન ટેગલાઈનનો દાવો કરે છે, એમ સેમસંગ ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અસીમ વારસીએ જણાવ્યું હતું.
ગેલેક્સી M51– ભારતની પ્રથમ 7000mAh બેટરી
ગેલેક્સી M સિરીઝ દીર્ઘ ટકાઉ કામગીરી માટે મોન્સ્ટર બેટરી સહિત તેના પાવર- પેક્ડ ફીચર્સ માટે જ્ઞાત છે. 2019ના આરંભમાં Mસિરીઝ રજૂ કરવામાં આવી ત્યારથી ગેલેક્સી Mસ્માર્ટફોન્સ આખો દિવસ બેટરી ચાલતી રહે તેવી ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે કક્ષામાં અવ્વલ 5000mAh અને 6000mAhબેટરી સાથે આવતાં પ્રથમ સેમસંગ ડિવાઈસીસ હતાં. ગેલેક્સી M51 સાથે સેમસંગ તેનું મોન્સ્ટર બેટરી પરિમાણ નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે. ગેલેક્સી M51 ભારતમાં 7000mAh બેટરી સાથેનો પ્રથમ સ્માર્ટફોન છે. તે ઉદ્યોગ અવ્વલ નવીનતા ધરાવે છે, જે તેમના મોબાઈલ ડિવાઈસ પર વધુ ને વધુ સમય વિતાવતી ભારતીય નવી પેઢી માટે તૈયાર કરવામાં આવી છે. ગેલેક્સી M51 ઈન-બોક્સ ટાઈપ C 25W સુપરફાસ્ટ ચાર્જર સાથે પણ આવે છે, જે ગેલેક્સી M51ની મોન્સ્ટર 7000mAh બેટરીને 2 કલાકથી ઓછા સમયમાં ચાર્જ કરે છે. ગેલેક્સી M51 રિવર્સ ચાર્જિંગ પણ ધરાવે છે અને તે ટાઈપ Cથી ટાઈપ C કેબલ સાથે આવે છે, જે નવી પેઢીને હરતાફરતા તેમની પાવર શેર કરવાની સુવિધા આપે છે.
ગેલેક્સી M51 બેરોકટોક અને રોમાંચક વ્યુઈંગ અનુભવ માટે 6.7″ sAMOLEDપ્લસ ઈનફિનિટી -O ડિસ્પ્લે સાથે આવે છે.ગેલેક્સી M51 સા પરsAMOLED Plus ડિસ્પ્લે 13% સુધી પાતળું અને પારંપરિક sAMOLED પેનલો કરતાં 12% ઓછા સુધી વજન ધરાવે છે. આને કારણેગેલેક્સી M51 આશ્ચર્યકારક રીતે 7000mAh બેટરીમાં પેક્સ હોવા છતાં 9.5 mm સ્લિમ આવે છે અને વજન ફક્ત 213ગ્રામ છે. ગેલેક્સી M51નીsAMOLEDપ્લસ પેનલ ક્લેરિટીની અતુલનીય માત્રા સાથે કલર્સની વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરવામાં મદદ કરે છે, જેને લીધે અદભુત પિક્ચર ગુણવત્તા મળે છે. ગેલેક્સી M51sAMOLEDપ્લસ ડિસ્પ્લે ઓછો પાવર ઉપભોગ કરે છે.
ગેલેક્સી M51 ક્વેડ- કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં દિવસ હોય કે રાત, અદભુત ફોટો મઢી લેવા માટે 64MP મેઈન સોની IMX 682 સેન્સર સાથે આવે છે. ગેલેક્સી M51 પર 12MP અલ્ટ્રા- વાઈડ લેન્સ તમે જુઓ છે તે મુજબ દુનિયા મઢી લા માટે વ્યુનું 123- ડિગ્રી ફિલ્ડ ધરાવે છે, જ્યારે સમર્પિત 5MP મેક્રો લેન્સ ક્લોઝ-અપ શોટ્સ મઢી લેવા માટે ઉત્તમ કામ કરે છે. ગેલેક્સી M51ના 5MP ડેપ્થ લેન્સ વાઈન ફોકસ સાથે અદભુત પોર્ટ્રેઈટ શોટ્સ લે છે. ગેલેક્સી M51 4K રેકોર્ડિંગ સાથે અદભુત વિડિયો ક્ષમતા ધરાવે છે અને તે હાઈપરલેપ્સ, સ્લો-મો અને સુપર- સ્ટેડી મોડ્સને સપોર્ટ કરે છે. ગેલેક્સી M51નો 32MP ફ્રન્ટ કેમેરા 4K વિડિયો રેકોર્ડિંગ અને સ્લો-મો સેલ્ફીઝને પણ સપોર્ટ કરે છે. ગેલેક્સી M51 કેમેરાનો અનુભવ સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સિંગલ ટેક જેવા ઈન્ટેલી- કેમ ફીચર્સ સાથે શક્તિશાળી કેમેરા હાર્ડવેરને જોડે છે. સિંગલ ટેક સાથે તમારે રાત્રિના અવસરે ફક્ત રેકોર્ડ પ્રેસ કરવાનું રહે છે અને ગેલેક્સી M51 તેને 10 સેકંડ સુધી ફૂટેજ મળી લેશે અને ત્યાર પછી AIનો ઉપયોગ કરીને 10 અલગ અલગ આઉટપુટ્સ નિર્માણ કરશે, જેમાં 7 ફોટો અને 3 વિડિયોનો સમાવેશ થાય છે.
ગેલેક્સી M51 તીવ્ર પાવર કાર્યક્ષમતા અને 2.2 GHzએ ચાલતા ઓક્ટા- કોર CPU સાથે સ્નેપડ્રેગન 730G મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા પાવર્ડ છે, જેને તે ભારતમાં સૌથી શક્તિશાળી M સિરીઝ સ્માર્ટફોન બનાવે છે. સ્નેપડ્રેગન 730G પર ક્વેલકોમ® એડ્રેનો™ 618 GPU શક્તિશાળી ગેમિંગ અનુભવ માટે સ્નેપડ્રેગન 730 મોબાઈલ મંચની તુલનામાં 15% ઝડપી ગ્રાફિક્સ રેન્ડરિંગ જોડે છે. ઉપરાંત ગેલેક્સી M51ના ઓપ્ટિક્સ સાથે ક્વેલકોમ સ્પેક્ટ્રા™ 350 ISP અદભુત ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી અનુભવો પ્રદાન કરશે, જ્યારે ગેલેક્સી M51 મોન્સ્ટ્રસ 7000mAh બેટરી, ક્વેલકોમ ® Kryo™ 470 CPUના આધાર સાથે તીવ્ર પાવર કાર્યક્ષમતાને સપોર્ટ કરે છે, જેને લીધે ગેમ ટાઈમ વધુ લંબાય છે.
“શક્તિશાળી પરફોર્મન્સ એ સ્નેપડ્રેગન 730Gનો વધુ એક બેડરોક્સ છે, જે સેમસંગ ગેલેક્સી M51 માટે આકર્ષક ડિફરન્શિયેટર નિર્માણ કરે છે. ઈન્ટેલિજન્ટ ઓન- ડિવાઈસ ક્વેલકોમ ® AI એન્જિન, ચુનંદા ક્વેલકોમ® સ્નેપડ્રેગન ઈલાઈટ ગેમિંગ™ ફીચર્સ અને સ્નેપડ્રેગન 730Gનું અસલ HDR ગેમિંગ સાથે 4K HDR વિડિયો કેપ્ચર, M51માં એકદમ વાસ્તવિકતા, સમૃદ્ધ ગ્રાફિક્સ અને સિનેમા ગુણવત્તાની પ્રક્રિયા લાવે છે. અમે સેમસંગ સાથે M સિરીઝમાં તેના નવા ઉમેરા પર નિકટતાથી કામ કરવા ભારે રોમાંચિત છીએ, જે ઉપભોક્તાઓ તલાશમાં છે તે શક્તિશાળી અને પ્રીમિયમ અનુભવોનું સંપૂર્ણ પેકેજ છે,” એમ ક્વેલકોમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ અને ક્વેલકોમ ભારત અને સાર્કના પ્રેસિડેન્ટ રાજેન વાગડિયાએ જણાવ્યું હતું.
મેમરી પ્રકાર, ઉપલબ્ધતા અને કિંમત
ગેલેક્સી M51 બે મેમરી પ્રકારમાં રજૂ કરવામાં આવી રહ્યા છે–6/128GBઅને 8GB/128GB –અને બે રંગો- ઈલેક્ટ્રિક બ્લુ અને સેલેસ્ટિયલ બ્લુમાં મળશે. ગેલેક્સી M51ની 6/128GB પ્રકાર માટે કિંમત INR 24999 છે અને 8GB/128GB પ્રકાર માટે કિંમત 26999 છે અને તે 18મી સપ્ટેમ્બર, 2020ના રાત્રે 12 વાગ્યાથી Amazon.in, Samsung.com અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાંથી મળશે.
Amazon.in પર આરંભિક લોન્ચ ઓફર
18 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર, 2020 સુધી Amazon.in પર મર્યાદિત સમયગાળાની આરંભિક લોન્ચ ઓફર રહેશે. એચડીએફસી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે ગેલેક્સી M51 ખરીદી કરે ત્યારે ઈએમઆઈ અને નોન- ઈએમઆઈ લેણદેણો પર INR 2000 સુધી ઈન્સ્ટન્ટ કેશબેક મળશે.