ગુજરાતે સતત બીજીવાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ બન્યુ છે. ભારત સરકારના ડીપીઆઇઆઇટી દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા દેશના રાજયોના સ્ટાર્ટઅપ રેન્કીંગ-૨૦૧૯માં ગુજરાતે સતત બીજા વર્ષે પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ગુજરાત ઊદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના ઊદ્યોગ સાહસિકો, યુવાઓની આ ઊદ્યમીતાને સરકારના અનેક નવિનતાભર્યા પ્રોત્સાહનોથી બળ મળતું રહે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વ્યાપક અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પણ સફળતાપૂર્વક અમલી કર્યો છે.
આ ૩૦ પોઇન્ટસમાં મુખ્યત્વે ઇન્સ્ટીટયુશનલ સપોર્ટ, ઇઝીંગ કોમ્પ્લાયન્સીસ, રિલેક્ષેશન ઇન પબ્લીક પ્રોકયોરમેન્ટ નોર્મ્સ, ઇન્કયુબેશન સપોર્ટ, સિડ ફંડીંગ સપોર્ટ, વેન્ચર ફંડીંગ સપોર્ટ તેમજ અવેરનેસ એન્ડ આઉટ રીચમાંથી ગુજરાતે બહુધા પોઇન્ટસમાં લીડર-અગ્રેસરતા હાંસલ કરેલી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦માં પણ સ્ટાર્ટઅપને સિડ સપોર્ટ, સસ્ટેઇનન્સ એલાઉન્સ, સ્કીલ ડેવલપમેન્ટ માટે સહાય, સોશિયલ ઇમ્પેકટ ધરાવતા સ્ટાર્ટઅપને વધારાની સહાય જેવા અનેક પ્રોત્સાહનો જાહેર કરેલા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્કીમ ફોર આસીસ્ટન્સ ફોર સ્ટાર્ટઅપ-ઇનોવેશન અન્વયે ૧પ૦૦ કરતા વધુ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે અને રૂ. ૩૦ કરોડ કરતા વધુ રકમની નાણાં સહાય ર૬૦ થી વધુ સ્ટાર્ટઅપને આપવામાં આવેલી છે.
રાજ્યમાં આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ રપ થી વધુ સ્ટાર્ટઅપ અને ૬ ઇન્કયુબેટર્સને રૂ. ર કરોડ જેટલી નાણાં સહાય અપાઇ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં ૧૩૦થી વધારે યુનિવર્સિટી, કોલેજો અને ૮૦૦ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સપોર્ટ સરકારે આપેલો છે. ગુજરાતમાં કોલોબરેટીવ પ્લેટફોર્મ સાથેની ઇકોસિસ્ટમ દ્વારા સ્ટાર્ટઅપ, ઇન્કયુબેટર્સ, ઇન્વેસ્ટર્સ, રાજ્ય સરકાર અને અન્ય હિત ધારકો મળીને યુવાનોના વિચારોને વાસ્તવિક રૂપ આપવાનું સાનુકૂળ વાતાવરણ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ બધાના સમન્વય અને સહયોગથી ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુ સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીની આ પ્રતિબદ્ધતામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતને મળેલું આ બેસ્ટ પરફોર્મર સ્ટેટ રેન્કીંગ-ર૦૧૯ એક નવું સિમાચિન્હ બનશે.