અમદાવાદ, 29 ઓગસ્ટ 2025 – 135 વર્ષથી વધુ સમયની હોરોલોજીકલ લિગસી ધરાવતી સ્વિસ વોચમેકર કંપની એટલાન્ટિક વોચીસે અમદાવાદમાં એક એક્સક્લુઝિવ લોન્ચ સાથે ભારતીય બજારમાં પ્રવેશની ગર્વથી ઘોષણા કરી છે. 1888 માં સ્વિટ્ઝર્લૅન્ડના બેટલાચમાં સ્થાપિત આ બ્રાન્ડ લાંબા સમયથી તેની ચોકસાઇ, કારીગરી અને ટાઈમલેસ ડિઝાઇન માટે પ્રશંસા મેળવેલ છે. આ બ્રાન્ડ મુંબઈ સ્થિત રિટેલ ચેઇન, જસ્ટ ઇન ટાઇમ સાથે ભારતમાં પ્રવેશ કરી રહી છે. હાલમાં અમદાવાદ, મુંબઈ અને પુણેમાં હાજર છે, તે ઝડપથી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. એટલાન્ટિક વિશ્વના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા લક્ઝરી બજારોમાંના એકમાં તેનો સમૃદ્ધ વારસો અને નવીન ભાવના લાવે છે. અમદાવાદમાં લોન્ચ પ્રસંગે ફિલિપ રુફલી (એટલાન્ટિક વોચીસના સેલ્સ હેડ), ફ્રેડી બિકેલ (એટલાન્ટિક વોચેસના સીઈઓ), જયંતિ વર્મા (રિટેલ ઇન્ટરફેસના ડિરેક્ટર) અને અરુણ ડી સિલ્વા (રિટેલ ઇન્ટરફેસના ડિરેક્ટર) વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
એક સદી કરતાં વધુ સમયથી, એટલાન્ટિક સ્વિસ વોચમેકિંગમાં મોખરે રહ્યું છે. 1932માં પ્રથમ વોટરપ્રૂફ ક્રોનોગ્રાફ્સમાંથી એક અને 1960માં ગ્રાઉન્ડબ્રેકિંગ “સ્પીડ સ્વિચ” ડેટ મિકેનિઝમ જેવા અગ્રણી સીમાચિહ્નો માટે જાણીતું, બ્રાન્ડે સતત નવીનતાને પરંપરા સાથે મિશ્રિત કરી છે. તેની પ્રતિષ્ઠિત વર્લ્ડમાસ્ટર લાઇન એક વ્યાખ્યાયિત ઓળખ બની રહી છે, જ્યારે કંટેમ્પરરી કલેક્શનની વિવિધ રેન્જ આજના વોચ લવર્સ માટે સ્પોર્ટી, એલિગન્ટ અને વર્સેટાઈલ ડિઝાઇન પ્રદાન કરે છે.
એટલાન્ટિક વોચીસના સેલ્સ હેડ ફિલિપ રુફલીએ જણાવ્યું હતું કે, “ભારત એક વાઈબ્રન્ટ માર્કેટ છે જ્યાં ક્રાફ્ટમેનશીપ અને લિગસી સરહાવવામાં આવે છે. અમદાવાદથી શરૂ કરીને, અમે અહીં પ્રવેશ કરીને વોચલવર્સની નવી પેઢી સાથે જોડાવાનો પ્રયાસ કરીએ છીએ જેઓ તેમના ઘડિયાળોમાં હેરિટેજ અને મોર્ડર્ન સ્ટાઈલ બંને શોધે છે. અમારું કલેક્શન કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ સાથે મળીને સ્વિસ વિશ્વસનીયતાને પ્રતિબિંબિત કરે છે.”

એટલાન્ટિક વોચેસના સીઈઓ ફ્રેડી બિકેલે ઉમેર્યું, “ભારતમાં એટલાન્ટિક વોચેસનું લોન્ચિંગ અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમને વિશ્વાસ છે કે સ્વિસ વોચીસ બનાવવાની અમારી 135 વર્ષ જૂની પરંપરા, નવીન ડિઝાઇન સાથે જોડાયેલી, ભારતીય ગ્રાહકોમાં મજબૂત સ્થાન બનાવશે. અમદાવાદ આ સફર શરૂ કરવા માટે એક સંપૂર્ણ શહેર છે, કારણ કે તે વારસો, સંસ્કૃતિ અને આધુનિક આકાંક્ષાઓનું એક અનોખું મિશ્રણ દર્શાવે છે – જે મૂલ્યો અમારા બ્રાન્ડ ફિલોસોફી સાથે સુસંગત છે.”
ભારતનું વિકસતું લક્ઝરી બજાર અને તેના સમજદાર ગ્રાહકોનો વધતો સમુદાય તેને એટલાન્ટિકના વૈશ્વિક વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન બનાવે છે. સુલભ લક્ઝરી સેગમેન્ટમાં સ્થાન મેળવનાર, બ્રાન્ડ સ્વિસ-મેડ ક્વોલિટી સાથે ડિઝાઇન ઓફર કરે છે જે પરંપરા અને આધુનિકતાને સંતુલિત કરે છે – જે ભારતના નવા યુગના વ્યાવસાયિકો અને સ્ટાઇલ પ્રત્યે સભાન ગ્રાહકો માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે.
એટલાન્ટિક વોચીસનું કલેક્શન :
એટલાન્ટિક મરીનર ક્વાર્ટઝ વેવ ગ્રીન -અમદાવાદના લોન્ચમાં એટલાન્ટિકના કલેક્શનમાંથી બે ઉત્કૃષ્ટ મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા: મરીનર ક્વાર્ટઝ વેવ, જે તેના 42mm કેસ, વેવ-સ્ટ્રક્ચર્ડ ડાયલ, નીલમ ક્રિસ્ટલ અને 200 મીટર વોટર રેઝિસ્ટન્સ સાથે સમુદ્રની ભાવનાથી પ્રેરિત છે.
સીવેવ 35 મીમી | મધર ઓફ પર્લ ડાયલ : સીવેવ 35 મીમી, એક રેડિઅન્ટ અને એલિગન્ટ વોચ કે જેમાં એક સંકલિત બ્રેસલેટ, સ્વારોવસ્કી® ક્યુબિક ઝિર્કોનિયા ડેટાઇલ્સ અને 100 મીટર વોટર રેઝિસ્ટન્સ છે. બંને એટલાન્ટિકના સ્વિસ ચોકસાઇ, ક્રાફ્ટમેનશિપ અને કન્ટેમ્પરરી સ્ટાઈલના સિગ્નેચર બ્લેન્ડને પ્રતિબિંબિત કરે છે.