ખેડૂતોને વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડવા માટે, એગ્રોસ્ટારે બિયારણ અને ખાતરોના પરીક્ષણ માટે ભારતના સૌથી મોટા કૃષિ સલાહકાર કેન્દ્ર અને એગ્રોસ્ટાર ગુણવત્તા એશ્યોરન્સ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું.
● એગ્રોસ્ટાર ક્વોલિટી એશ્યોરન્સ લેબ (એ.કયુ.એલ) ભારતમાં કોઈ પણ એગ્રીટેક સ્ટાર્ટઅપ એ કૃષિ પર કેન્દ્રિત આ પ્રકારની પ્રથમ સંશોધન લેબ છે. ● આ પ્રયોગશાળા બીજ પરીક્ષણ અને પાક પોષણ પરીક્ષણ માટે આઇ.એસ.ટી.એ (ઇન્ટરનેશનલ સીડ ટેસ્ટિંગ એસોસિએશન) અને ઉચ્ચતમ ભારતીય ધારા-ધોરણો અને નિયમોને અનુસરે છે અને ખેડૂતોને શ્રેષ્ઠ તેમજ ઉત્તમ ગુણવત્તાના બિયારણ અને ખાતરો ઉપલબ્ધ કરાવે છે. ● આ પ્રયોગશાળા અને સલાહ કેન્દ્રનું ઉદ્દઘાટન મહારાષ્ટ્રના કૃષિ કમિશનર શ્રી ધીરજ કુમારની હાજરીમાં કરવામાં આવ્યું. ● પૂણેમાં અત્યાધુનિક કૃષિ સલાહકાર કેન્દ્ર 500 થી વધુ કૃષિ ડૉક્ટરોને રોજગારી આપે છે અને ખેડૂતોને સમયસર કૃષિ-જ્ઞાન અને કૃષિ સમસ્યાનું સમાધાન પૂરું પાડે છે. ભારતનું સૌથી મોટું ડિજિટલ ખેડૂત નેટવર્ક અને ખેડૂતો માટે એન્ડ-ટુ-એન્ડ સમાધાન સલાહકાર કેન્દ્ર, એગ્રોસ્ટારએ મહારાષ્ટ્રના પુણેમાં તેના મુખ્ય મથક ખાતે ભારતનું અને એશિયાનું સૌથી મોટું કૃષિ સલાહકાર કેન્દ્ર, બિયારણ અને ખાતરની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લેબ (પ્રયોગશાળા) ખોલવાની ઘોષણા કરી. કૃષિ સલાહકાર કેન્દ્ર અને ગુણવત્તા લેબનું ઉદ્દઘાટન 21 મે, 2022ના રોજ શ્રી ધીરજ કુમાર, આઈ.એ.એસ, કૃષિ કમિશનર, મહારાષ્ટ્ર અને સમ્માનિત અતિથિ શ્રી ઉમેશ ચંદ્ર સારંગી, આઈ.એ.એસ, નિવૃત્ત અધિક મુખ્ય સચિવ (ગૃહ), ...