ગુજરાતી ફિલ્મ જેસ્સુ જોરદારના સુપરહિટ ગીત “વાલમ શું થયું અને કિયા ની ગાડી” લોન્ચ
· આગામી ગુજરાતી ફિલ્મ જેસ્સુ જોરદારનાં સુપરહિટ ગીત 'વાલમ શું થયું અને કિયા ની ગાડી' સત્તાવાર રીતે લોન્ચ થયાં છે · આ ગીત મુઝીગો ઇન્ડિયા અને વિવિધ ડિજિટલ મ્યુઝિક પ્લેટફોર્મ પર સાંભળવા માટે પણ ઉપલબ્ધ છે. અમદાવાદ, સપ્ટેમ્બર 2021: શિવમ- જેમીન એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને રામગોપાલ પ્રોડક્શન પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ જેસ્સુ જોરદારનાં ટ્રેલરને દર્શકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ ટ્રેલર પર સફળ પ્રતિસાદ મળ્યા બાદ તેનાં સુપરહિટ ગીત "વાલમ શું થયુ અને કિયા ની ગાડી "નામનું ગુજરાતી ગીત સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે જે ભારતમાં વિવિધ ડિજિટલ મ્યુઝિક પ્લેટફોર્મ સાથે મુઝીગો ઇન્ડિયા પર ઉપલબ્ધ છે. આ ગીત જાણીતા ગાયક સૂરજ ચૌહાણ અને અર્પિતા ચક્રવર્તીએ ગાયું છે. ડેનિશ સાબરીએ આ ગીતને કંપોઝ કર્યું છે. ગીત ખરેખર શીર્ષકને યોગ્ય ઠેરવે છે કારણ કે તે સુંદર રીતે ચિત્રિત કરે છે અને સારને મેળવે છે. ગુજરાતી અને ...