આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નિમિત્તે વિહેલ્પ ફાઉન્ડેશન દ્વારા’ઉર્જા એવોર્ડ્સ 2021’નું આયોજન કરાયું
પોતાના ક્ષેત્રમાં અગ્રણી 11 મહિલાઓના આત્મવિશ્વાસ, જુસ્સા, નિર્ભયતા અને ભાવનાઓની ઉજવણી કરી સમ્માનિત કરવામાં આવી અમદાવાદ, માર્ચ, 2021: યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરતા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત ત્રીજા વર્ષે મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ'ઉર્જા એવોર્ડ્સ 2021'નું આયોજન કરવામાં આવ્યું. ઉર્જા એવોર્ડ્સ 2021નું આયોજન ટેકફોર્સની સહયોગિતામાં કરવામાં આવ્યું હતુ. મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે નવ કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી અગિયાર મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'ઉર્જા એવોર્ડ્સ 2021'થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2021થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે. આ એવી ગૌરવવંતી મહિલાઓ છે જેઓ પર આપણે સૌને ગર્વ છે. સમારંભના મુખ્ય અતિથી તરીકે ગુજરાતી સિનેમાના કલાકાર ભાવિની જાની ઉપસ્થિત રહ્યાં હતા, જ્યારે અતિથી વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના પત્રકાર વિભાગના વડા ડૉ. સોનલ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા. અન્ય આમંત્રિત અતિથિ તરીકે નીરા પંડ્યા, ફણી ત્રિવેદી, ધારીણીબેન શુક્લા ઉપસ્થિત રહ્યાં હતા. ઉર્જા એવોર્ડ્સ 202માં સમ્માનિત કરાયેલી મહિલાઓઃ વિજ્ઞાન ક્ષેત્રે અગ્રણી નામ ડૉ. મેઘા સલીલ ભટ્ટ્, ગુજરાતી એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર મોરલી પટેલ, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત ગીતા સોલંકી, શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રાચી ગોવિલ અને રુત્વી વ્યાસ , આર્ટ અને કલ્ચરમાં જોડિયા બહેનો મૌસમ અને મલકા મહેતા, રમત ક્ષેત્રે ખુશાલી પુરોહિત, ટ્રેંડ સેટર સોનલબા અને નિકીબા અને પર્યાવરણ અને હેરિટેડ સંરક્ષણ માટે કાર્યરત યુવા પ્રતિભા પ્રાર્થી શાહને આમંત્રિત અતિતથીઓના હસ્તે ઉર્જા એવોર્ડ્સ 2021થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.