અસરગ્રસ્ત રાજ્યોમાં ULVના છંટકાવ માટે ભારત સરકારને 5,500 લિટર્સ ડેલ્ટામેથ્રીન પૂરુ પાડશે
2020: ભારત છેલ્લા ત્રણ દાયકાથી રણ તીડના તીવ્ર આક્રમણનો સામનો કરી રહ્યું છે. ઉત્તરીય અને પશ્ચિમ ભારતના રાજ્યો પર વધુ જોખ છે. જો તીડે સમયસર અંકુશમાં લેવામાં નહી આવે તો, તે ઝડપથી ખેતરોમાં જઇ શકે છે અને ઊભા પાકનો સંપૂર્ણપણે નાશ કરી શકે છે. ડિરેક્ટોરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજ (DPPQ&S)ભારત સરકાર આ આક્રમણને ખાળવાના અને તેના ફેલાવાને રોકવાના વિવિધ પગલાં લઇ રહી છે જેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ન્યૂનતમ પાક નુકસાન થાય છે અને ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરી શકે.
“પ્રવર્તમાન તીડ હૂમલાઓ જેવી અણધારી પરિસ્થિતિમાં સમયસર અને સંશોધિત ઉકેલોની જરૂર છે.બાયર સરકાર, શિક્ષણવિંદો અને ઉદ્યોગના હિસ્સાધારકો સાથે તીડ નિયંત્રણ માટે ઉકેલો પૂરા પાડવા માટે સહયોગ સાધી રહી છે. અન્ય હિસ્સાધારકો સાથે કામ કરતા, અમે ડ્રોન આધારિત તીડ નિયંત્રણ માટે નિયત કાર્યપ્રણાલીનું સર્જન કરીશું અને ડેલ્ટામેથ્રીન જેવા અસરકારક ફોર્મ્યુલેશન્સ સાથે ડ્રોન ટ્રાયલ્સનું નિરીક્ષણ કરીશું,” એમ બાયર સાઉથ એશિયાના એન્વાયર્નમેન્ટ સાયંસના વડા ડૉ. અરૂણ કુમારે જણાવ્યું હતું.
“બાયર આ ઉપરાંત ખેડૂતો સાથે સુરક્ષિત અને અસરકારક માર્ગો માટેની જાગૃત્તિનું પણ સર્જન કરી રહી છે જેથી તેમના ખેતરમાં કે ગામમાં તીડના હૂમલાઓને નાથી શકાય. અમે તીડ નિયંત્રણ માટે રાજ્યની ટાસ્ક ફોર્સ સાથે પણ ભાગીદારી કરવા તૈયાર છીએ અને હાલમાં તીડના હૂમલાઓ માટે વહેલાસરની ચેતવણી સિસ્ટમ્સ જેવા લાંબા ગાળાના ઉકેલોની રચના કરવા માટે ચર્ચા કરી રહ્યા છીએ,” એમ ડૉ. અરૂણ કુમારે ઉમેર્યું હતું.
તીડના ઝૂંડ માઇલો સુધી ઉડી શકે છે અને તે મહાકાય અને આક્રમક હોય છે. તેને ધ્યાનમાં રાખતા સરકારની તીડ નિયંત્રણ ઝૂંબેશમાં અસરકારક પ્રોડક્ટ્સ અને ફોર્મ્યુલેશન્સ, નવા વ્હિકલ્સ, ULV (અલ્ટ્રા લો વોલ્યુમ) સ્પ્રેયર્સ, ડ્રોન્સ અને હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. કેમિકલ નિયંત્રણ પગલાંઓ તીડના સંચાલન માટે અત્યંત અસરકારક હોવાથી બાયર ક્રોપ સાયંસ લિમીટેડ સરકારને રાજસ્થાન અન પંજાબ જેવા રાજ્યોમાં તીડ નિયંત્રણ પ્રવૃત્તિઓ મટે 5,500 લિટર ડેલ્ટામેથ્રીન પૂરું પાડીને પહેલમાં મદદ કરે છે.
આ પ્રવૃત્તિઓ ઉત્તરગુજરાતમાં સરહદી જિલ્લાઓમાં તીડના ફેલાવાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે.
ડેલ્ટામેથ્રીન 1.25 ULVની તીડ નિયંત્રણ માટે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વૈશ્વિક સ્તરે ભલામણ કરવામાં આવી છે અને ભારતમાં રજીસ્ટ્રેશન કમિટી ફોર લોકસ્ટ કંટ્રોલ દ્વારા માર્ચ 2020માં મંજૂરી આપવામાં આવી હતી. ડેલ્ટામેથ્રીન એ સ્પેસ સ્પ્રે ફોર્મ્યુલેશન છે, જેનો ઉપયોગ થર્મલ કે ULV ફોગ્ગીંગ દ્વારા ઉડતા જંતુઓના નિયંત્રણ માટે થાય છે. પ્રવર્તમાન તીડ હૂમલાઓ જેવી તાકીદની પરિસ્થિતિઓમાં દેખીતા લાભો ધરાવે છે.
ભારત એ અનેક દેશોમાંનો પ્રથમ દેશ છે જેણે તીડ નિયંત્રણ માટે ડ્રોનના ઉપયોગને મંજૂરી આપી છે. તેની માન્ય કેમિસ્ટ્રીના ડ્રોન આધારિત છંટકાવી અજમાયશ કરવા માટે બાયર અત્યંત ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય એવા રાજસ્થાનમાં તીડ નિયંત્રણ પ્રવૃત્તિઓ માટે અનેક ડ્રોન ટેકનોલોજી પ્રદાતા સાથે સ્વતંત્ર રીતે ભાગીદારી કરી રહી છે. તીડ નિયંત્રણ પરના ડેટા પ્રાપ્ત કરવા માટે રાજસ્થાનમાં રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ સાથે મળીને પણ આ ટ્રાયલ્સ હાથ ધરવામાં આવી રહી છે.