થોડા મહિના અગાઉ 10 જાંબાઝ ખેલાડીઓ પોતાના સૌથી મોટા ભયનો સામનો કરવા સાહસપૂર્ણ સફરે નીકળ્યાં હતાં. શરીરમાં એડ્રેનેલીન ધસમસતું દોડાવે તેવા અસંખ્ય સ્ટંટ, ચીતરી ચડે તેવા પ્રાણીઓ સાથે મસ્તી, અને વિચારમાં ના આવે તેવા પડકારોનો સામનો કર્યા બાદ ખતરોં કે ખિલાડી સીઝન 10 હવે બંધ થાય છે. બધાં ખેલાડીઓએ પોતાના હિસ્સાના રોમાંચ અને જીવન-પરિવર્તિત કરતાં અનુભવો મેળવ્યા, પણ આ સીઝનની વિજેતા રહી છે, વિદ્યાર્થી નંબર 1, કરિશ્મા તન્ના, એ બને છે આ સીઝનની વિજેતા. સ્પર્ધકો કરન પટેલ પહેલા અને ધર્મેશ યેલાંડે બીજા રનર્સ અપ જાહેર થયા હતા. આ સીઝનની આખરી સ્પર્ધામાં સ્પર્ધકોએ યજમાન અને એક્શન માસ્ટર રોહિત શેટ્ટીની હાજરીમાં ખૂબ તેજ, મુશ્કેલ સ્ટંટ કર્યા અને કામગીરીથી ભરપૂર રહ્યા હતા.
એક સૌથી વધુ સ્ટાઇલિશ અને આકર્ષક સ્પર્ધક કરિશ્મા કપૂરે ખતરોં કે ખિલાડીમાં તેનો લડાયક જુસ્સો અને અતિ સાહસિક પ્રકૃતિ દેખાડ્યા હતાં. યજમાન રોહિત શેટ્ટીએ તેના ક્યારેય ‘ના હારવા-થાકવાના અભિગમ’ની પ્રશંસા કરી હતી અને સ્ટુડન્ટ નંબર 1 જાહેર કરી હતી. કરિશ્માએ દ્રઢ નિર્ધાર સાથે ના માત્ર બધા જ સ્ટંટ કર્યા હતા, પણ બલ્ગેરિયન ગોરિલ્લા સાથે પોતાની રોમેન્ટિક દોસ્તીથી બધાનું મનોરંજન કર્યું હતું. ફીનાલેમાં પણ કરિશ્માએ નિર્ભય બનીને ‘રેકિંગ બોલ્લ ટાસ્ક’ પૂરો કર્યો હતો અને ખતરોં કે ખિલાડીની ઝળહળતી વિજેતા બની હતી!
વાયકોમ 18 ના હિન્દી માસ એન્ટરટેનમેન્ટ અને કિડ્સ ટીવી નેટવર્કના હેડ નીના ઈલેવિયા જયપુરિયા જણાવે છે, “ખતરોં કે ખિલાડીની આ સીઝન નોંધપાત્ર રહી. તેણે દરેક માનદંડમાં મનોરંજનનું સ્તર ઊંચું કર્યું છે અને અમારા દર્શકોની પ્રશંસા એની ખાતરી આપે છે.હું વિજેતાને અને તમામ સ્પર્ધકોને બહાદુરી દેખાડવા અને મુશ્કેલ લડત આપવા બદલ અભિનંદન આપું છું. એના અંત ભાગમાં પહોંચતાં ખતરોં કે ખિલાડીની ‘મેડ ઇન ઇન્ડિયા’ ની અન્ય ઉન્માદક એડીશન તૈયાર છે અને મનોરંજનની આ ગાડી ચાલતી રહેશે.”
હિન્દી માસ એન્ટરટેનમેન્ટના મુખ્ય કન્ટેન્ટ અધિકારી મનીષ શર્મા જણાવે છે, “ખતરોં કે ખિલાડીની આ દસમી આવૃતિ અઢળક એક્શન અને મનોરંજનથી ભરપૂર હતી.બધાં ખેલાડીઓએ પોતાની બીક તોડવા, દાંત તળે નખ કોતરી ખાઈએ એવા તેમના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા. હું વિજેતાને અભિનંદન આપું છું અને તમામ શયતાનને શરમાવે તેવા સ્ટંટ કરવા બદલ તમામ ખેલાડીઓનો તેમજ રોહિત શેટ્ટીનો લોકોના લિવિંગ રૂમમાં આ સાહસ અને રોમાંચ લાવવા બદલ આભાર માનું છું.”
આ સીઝનની વિજેતા બન્યા બાદ કરિશ્મા તન્ના જણાવે છે, “ખતરોં કે ખિલાડી મારા માટે એક આશ્ચર્યજનક સફર રહી છે. મારા જીવનમાં મેં ક્યારેય આવું સાહસ અને ઉત્તેજના અનુભવ્યા નથી. મેં જેવી આ અપ્રતિમ ટ્રોફી હાથમાં લીધી એવા જ મારી આંખો સામે બલ્ગેરિયામાં વિતાવેલા આહ્લાદક, સુંદર સમય અને અમે સૌએ સાથે ગાળેલી ક્ષણો નાચવા લાગી. મારા તમામ સાથી સ્પર્ધકો અને રોહિત શેટ્ટીનો હું મને હિંમત આપવા બદલ અને મારી બીક દૂર કરવા પ્રોત્સાહિત કરવા બદલ આભાર માનું છું. ખતરોં કે ખિલાડીએ મને ઘણું બધું શીખવ્યું છે અને આ અનુભવ હમેશાં મારી સાથે રહેશે”
એન્ડેમોલ શાઈન ઇન્ડિયાના સીઈઓ અભિષેક રેગે જણાવે છે, ”ખતરોં કે ખિલાડી દર વર્ષે નવા સીમાંસ્તામ્ભો હાસલ કરે છે અને આ સીઝને એક્શનને નવી ઊંચાઈએ પહોંચાડી છે. રોહિત શેટ્ટીની સતર્ક નજર હેઠળ સ્પર્ધકોએ ખૂબ કાર્યક્ષમ રીતે, ઘણાં ખાંડાની ધાર પર ચાલવા જેવા, અદમ્ય સાહસ અને ઉર્જાથી સ્ટંટ કર્યા છે. કરિશ્મા તન્નાને તેમના વિજય બદલ અને અન્ય સ્પર્ધકોને તેમની એક્શન પેક્ડ રાઇડ્સ માટે અભિનંદન આપું છું.”
ખતરોં કે ખિલાડી સીઝન 10ની ધ ગ્રાન્ડ ફિનાલેમાં સ્પર્ધકોએ પોતાના લોક-ડાઉન અનુભવો જણાવ્યા હતા અને કેટલાક રસપ્રદ ટાસ્ક કર્યા હતા. કરણ પટેલે પોતાની ડાયપર બદલવાની કુશળતા દેખાડી હતી, તેજસ્વી પ્રકાશે ભોજન બનાવ્યું હતું, તો ધર્મેશે તેની નવી હેર-સ્ટાઈલ કુશળતાના બણગા ફૂંક્યા હતા! સ્પર્ધકોને કેટલાક નાટકીય પારિતોષિકો પણ અપાયાં હતાં. કરિશ્માને સ્ટુડન્ટ નંબર 1, કરણ પટેલને વધુમાં વધુ સ્ટંટ રદ કરવા અને તેજસ્વી પ્રકાશને તેની પ્રતિભા અને અજબ આદતો બદલ નવાજાયા હતાં!