પોતાના બુકિંગ પ્લેટફોર્મની રજૂઆત વડે Czech marquee એ ભારતમાં ડિજિટલ વેચાણના અનુભવનો પ્રારંભ કર્યો
જુલાઈ, 2020: સ્કોડા ઓટો ઇન્ડિયાએ આ વર્ષના પ્રારંભમાં તેના સેન્ટ્રલાઇઝ્ડ બુકિંગ પ્લેટફોર્મ [https://www.buyskodaonline.co.in/] ની રજૂઆત સાથે ડિજિટલ ઓટોમોટિવ ખરીદીના વ્યવસ્થાતંત્રમાં અનુકરણીય દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. દેશભરના ઓટોમોબાઈલ ઉત્સાહીઓ અને બ્રાન્ડના વફાદારોના જોરદાર પ્રતિસાદથી Czech marquee ને તેના સંપર્ક વિહિન અને ડિજિટલ પ્રયાસોનો વ્યાપ વધુ વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
આ કાર્યક્રમનો બીજો ભાગ સ્કોડા ઓટો ઇન્ડિયા દ્વારા તેના સમજદાર ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યો છે. કોરોનાવાયરસના રોગચાળાને અનુલક્ષીને તે એક પારદર્શક અને સંપર્ક વિહિન અનુભવનો લાભ આપે છે જે આપવા માટે માર્ક પ્રતિબદ્ધ છે- તે રીતે તેના કર્મચારીઓ અને ગ્રાહકોનું આરોગ્ય અને સલામતી સુરક્ષિત બને છે.
સરળ અને સુરક્ષિત પ્લેટફોર્મ વ્યક્તિને પોતાના ઘરે આરામથી વિના મુશ્કેલીએ અને અનુકૂળ રીતે સ્કોડા ઓટો વાહન પસંદ કરવાની સુગમતા આપે છે. આ સાહસ એક સશક્ત લાઇવ કન્સલ્ટેશન સ્યુટ અને સંપર્ક વિનાના વર્ચ્યુઅલ પ્રોડક્ટ નિદર્શનના વિકલ્પને સક્રિય બનાવે છે, જે વેબસાઇટ પર સાઇન અપ કરવા માટે ઉપલબ્ધ છે અને સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ અને પર્સનલ કમ્પ્યુટર્સ પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપલબ્ધ છે. આમ કરવામાં ચેક ઓટો કંપની સમગ્ર ભારતમાં તેના 80થી વધુ ડીલરશીપ ટચપોઇન્ટ્સને સંકલિત કરે છે.
સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર, શ્રી ઝેક હોલિસે જણાવ્યું હતું કે, “સ્કોડા ઓટોનો કોન્ટલેક્ટલેસ પ્રોગ્રામ ખાસ તો આ અભૂતપૂર્વ સંજોગોમાં અમારા ગ્રાહકો સાથે જોડાયેલા રહેવા તથા વેચાણ અને સેવાનો કોઈ બાંધછોડ વિનાનો અનુભવ પૂરો પાડવા માટેના સાધન તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપે છે. નવીનતમ પહેલ ગ્રાહકોને તેમના ઘરેથી અનુકૂળતાથી અમારી નવી રોચક પ્રોડક્ટ્સની શોધ અને અનુભવ કરવાની તક પૂરી પાડે છે. “
નવીનતમ MyŠKODA મોબાઇલ એપ્લિકેશન વડે સ્કોડા ઓટો ઇન્ડિયા હાલના અથવા સંભવિત ગ્રાહક અને બ્રાન્ડ વચ્ચે સિંગલ વિન્ડો ઇન્ટરફેસ પ્રદાન કરે છે. તે માર્કના સંપૂર્ણ માલિકીનું ડિજિટાઇઝેશન કરવા માટેના પ્રયાસોનો એક દ્રષ્ટાંતરૂપ ભાગ છે. એપ્લિકેશન સ્કોડાના ગ્રાહકોને સૌથી નજીકની ડીલરશીપ સુવિધા શોધવા, પોતાને અનુકૂળ સમયે સર્વિસની એપોઇન્ટમેન્ટ બુક કરવાસ સર્વિસ હિસ્ટ્રી, કોસ્ટ કેલ્ક્યુલેટર, એસેસરીઝની દુકાન અને વસ્તુઓના બિલ્સના રેકોર્ડની માહિતી ઉપલબ્ધ બનાવવા તેમ જ સ્કોડાના કસ્ટમર કેર સાથે જોડવાની સુવિધા આપે છે.
MyŠKODA એપ આઇફોન માટે આઇટ્યુન્સ એપ સ્ટોર અને એન્ડ્રોઇડ ઉપકરણો માટે ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
સ્કોડા ઓટોની ‘સિમ્પ્લી ક્લેવર’ વિચારસરણી AI સમર્થિત ચેટ બોટ જેવી ટેક્નોલોજિસને પણ સ્વીકારે છે જે 24×7 સહાયક સેવાઓની સરળતા કરી આપે છે, ટર્નઅરાઉન્ડનો સમય ઘટાડે છે અને આદાનપ્રદાન વધારે છે.