Ahmedabad – ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી માટે આજના ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા.ગાંગુલીની કુશળતાને ઓળખવામાં અને તેમને તૈયાર કરી ટીમ ઈન્ડિયા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા તેમના પહેલા કોચ અશોક મુસ્તફીનું આજે અવસાન થયું.ગુરુવારે હાર્ટ એટેકથી અશોક મુસ્તફીનું અવસાન થયું. તે 86 વર્ષના હતા.