નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને અનલોક-3.0 ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે અનેક ક્ષેત્રોમાં છૂટ આપવામાં આવી છે. જોકે, હજી કેટલકા ક્ષેત્રમાં પ્રતિબંધ યથાવત રહેશે. સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી યોગ અને જીમ સંસ્થાનોને ખોલવાની છૂટ આપવામાં આવી. આ સંસ્થાન પાંચ ઓગસ્ટથી કેટલીક શરતોને આધીન ખોલવામાં આવશે. જોકે, હજી સ્કૂલ, કોલેજો અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ્સને 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ રજૂ કર્યો છે.
દેશવ્યાપી નાઇટ કર્ફ્યુ હવે 1 ઓગસ્ટથી સમાપ્ત થશે. મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટરો, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ પણ બંધ રહેશે. કન્ટેન્ટ ઝોનમાં લોકડાઉન 31 અગસ્ત સુધી ચાલુ રહેશે