અદાણી પાવર લિમિટેડની પેટા કંપની અદાણી પાવર મુંદ્રા લિમિટેડ તેના 4620 મેગાવૉટના મુંદ્રા પાવર થર્મલ પ્લાન્ટના એક 660 મેગાવૉટના સુપર ક્રિટિકલ યુનિટે સતત 411 દિવસ કામ કરતા રહીને એક નવોનેશનલ રેકર્ડ નોંધાવ્યો છે.
ઉદ્યોગના આંકડા મુજબ આ અગાઉ ટીસીપીએલ નેલ્લોર પાવર પ્લાન્ટે સતત 410 દિવસ ચાલતા રહીને સુપર ક્રિટીકલ કેટેગરીમાં વિક્રમ નોંધાવ્યો હતો. અદાણી પાવરે જણાવ્યું હતુ કે, અમે જ્યારે સમાચાર માધ્યમોને આ માહિતી આપી રહ્યા છીએ ત્યારે આ એકમ હજુ પણ કાર્યરત છે. અને નવો વિક્રમ સર્જવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.
660 મેગાવૉટના સુપર ક્રિટિકલ યુનિટે સતત કાર્યરત રહીને આ ગાળામાં 5132 મિલિયન યુનિટનુ વીજ ઉત્પાદન કર્યુ છે. વધુ નોંધપાત્ર બાબત એ છે કે આ એકમે 79.01 ટકા પ્લાન્ટ લોડ ફેકટર અને ઝીરો સ્પેસિફિક ઓઈલ કન્ઝમ્પશન સાથે આ સિધ્ધિ નોંધાવી છે.

અદાણી પાવર લિમિટેડના મેનેજીંગ ડિરેકટર અનિલ સરદાનાએ જણાવ્યુ હતુ કે “ થર્મલ યુનિટનુ આ સતત સંચાલન કોઈ પણ પ્રકારના અવરોધ વગર થયુ છે.
અદાણી પાવર લિમિટેડે હાંસલ કરેલો આ પ્રથમ રેકર્ડ નથી અગાઉ મુંદ્રા સબ ક્રિટિકલ એસેટે પણ વિક્રમ બુકમાં પોતાનુ નામ નોંધાવ્યુ હતું. વર્ષ 2017માં મુંદ્રા પાવર પ્લાન્ટના, સબ –ક્રિટિકલ 330 મેગાવૉટના યુનિટે સતત 684 દિવસના સંચાલનનો સમાન પ્રકારનો નેશનલ રેકર્ડ નોંધાવ્યો હતો. મુંદ્રા પાવર પ્લાન્ટ નવ એકમોનુ સંચાલન કરે છે તેમાં 660 મેગાવૉટનુ એક એવા 5 સબક્રિટિકલ એકમોનો સમાવેશ થાય છે. બાકીનાં ચાર યુનિટ 330 મેગાવૉનાં સબ ક્રિટિકલ યુનિટ છે. બધી મળીને વીજમથકની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 4620 મેગાવૉટ થાય છે.