• કોમ્યુનિટી ઈન્ટરેક્શન્સ અને અવેરનેસમાટે શેફ વેસ્ટર્ન કોસ્ટ ખાતે મોટરસાઇકલ રાઈડ કરે છે
નોવોટેલ અમદાવાદ 26 સપ્ટેમ્બરે એક વિશાળ કોમ્યુનિટી ઓરિએન્ટેડ ઇનિશિએટિવ માટે શેફ રાઈડ 2023નું આયોજન કરવા માટે તૈયાર છે. આ પ્રવૃત્તિનું નેતૃત્વ ઇન્ડિયન શેફ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ ઇન્ટરનેશનલ શેફ ડે (20 ઓક્ટોબર) અને તેના યુનિટી અને કોમ્યુનિટીના મહત્વપૂર્ણ સંદેશાઓની જાગૃતિ ફેલાવવા માટે આ મોટરસાઇકલ રાઇડ હાથ ધરે છે. તેઓએ 01 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં શરૂઆત કરી હતી અને સપ્ટેમ્બર મહિનામાં 11 શહેરોની મુલાકાત લઈને પશ્ચિમ ભારતમાં 3500 કિલોમીટરનું અંતર કાપશે.
એલન ડીમેલો આ યુનિક અને અત્યંત અપેક્ષિત મોટરસાઇકલ રાઇડ પર ઇન્ડિયન શેફનું નેતૃત્વ કરી રહ્યા છે. અમદાવાદના હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી વતી, નોવોટેલ અમદાવાદ અને IFEA (ઇનોવેટિવ ફૂડ એન્ટરપ્રિન્યોર્સ એસોસિએટ્સ) આ મહત્વપૂર્ણ વિઝીટનું કો-હોસ્ટિંગ કરી રહ્યા છે જેને વિશ્વની હોસ્પિટાલિટી નિહાળી રહી છે.
“અમે મોટી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં શેફ ડે વિશે જાગૃતિ લાવવા માટે રાઈડ કરી રહ્યા છીએ કારણ કે આ મહત્વપૂર્ણ દિવસ પ્રોફેશનલ કિચનમાં દરેક માટે છે. તે કલીનરી વર્લ્ડમાં સમાનતા લાવવા અને કિચનમાં અને તેનાથી વધુ અમારા કદ અને ભૂમિકાને ધ્યાનમાં લીધા વિના તમામ પ્રોફેશનલ્સની ઉજવણી કરવા વિશે છે. કોમ્યુનિટી સર્વિસ એ શેફ ડેનો મહત્વનો ભાગ છે. હોટેલ ગુપ, હોસ્પિટાલિટી ઇન્સ્ટિટ્યુટ્સ અને શેફ એસોસિએશનો તરફથી ઇન્ડસ્ટ્રી સપોર્ટ મળ્યો છે,” X ઇવેન્ટ્સ હોસ્પિટાલિટીના સ્થાપક શેફ એલન ડીમેલોએ જણાવ્યું હતું, જે #chefsride નું આયોજન કરી રહી છે.
ચાર સપ્તાહની રાઈડમાં, મોટરસાઈકલ જૂથે અત્યાર સુધીમાં તિરુવનંતપુરમ, મેંગલુરુ, અસાગાઓ (ગોવા), પંચગની, પુણે અને સુરતમાં કોમ્યુનિટી ઈવેન્ટ્સનું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં નાસિક, વડોદરા, અમદાવાદ અને રાજકોટ પણ શેફને હોસ્ટ કરશે.
20મી ઓક્ટોબર એ ઇન્ટરનેશનલ શેફ ડે છે. એક ખાસ વેબસાઈટ (chefsride.in) રાઈડ, તેના ગોલ્સ અને પાર્ટનર્સની તમામ વિગતો પૂરી પાડે છે. અમે પ્રોફેશનલ શેફ્સ અને તેમની સંસ્થાઓને તેમની ટીમો + લોકલ કોમ્યુનિટી સાથે તેમનો દિવસ ઉજવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ 2004 થી 100+ દેશોમાં ઉજવવામાં આવે છે. 2016 થી, અમારા સમર્થનથી, ભારતમાં પહેલ ~400 શેફથી વધીને 18,000+ થઈ ગઈ છે. પેન્ડેમિકના બે વર્ષ દરમિયાન અમે સંયમિત રહ્યા, તેથી દરેકની મદદથી, આ વર્ષે, અમારું લક્ષ્ય 50,000+નો આંકડો પાર કરવાનું છે. અમારો ધ્યેય 2030 સુધીમાં ભારતમાં શેફ ડેને ડિફોલ્ટ સેલિબ્રેશન બનાવવાનો છે.