ઉંઝાના 36 આવાસોનું ઇ લાકાર્પણ રાજયના મુખ્યપ્રધાન વિજય રુપાણી અને રાજયના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટલે કર્યુ હતુ, રાજય સરકારે 4 લાખ જેટલા આવાસોનુ બાંઘકામ પુર્ણ કર્યુ છે.
મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર ખાતેથી ઇ લોકાર્પણ કર્યુ હતું. રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૪ લાખ આવાસો પુર્ણ પણ કરી દીધા છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે તે માટે સરકાર કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે.
તેમણે સરકારની આવાસ યોજના થકી લોકોનું ઘરનું ઘર સ્વપન પુરૂ થવા લાગ્યું છે અને સરકાર દ્વારા નિર્માણ પામેલા આવાસોમાં ગટર, પાણી, લાઇટ, રસ્તા, સફાઇ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેમ જણાવી ઘર મેળવનાર પરીવારોને શુભકામનાઓ પાઠવી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારને ધ્યાનમાં રાખીને આવાસ યોજનાઓનું નિર્માણ કરાઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે સુવિધાસભર ઘરનું ઘર ઓછી કિંમતે લાભાર્થીઓને મળી રહ્યું છે તે માટે પાલિકા દ્વારા કરેલ કામગીરી અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતું