રાજ્યમાં સોમવારે 17મી ઑગસ્ટે કોરોનાના પોઝીટીવ વધુ 1033 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના કારણે 15 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 79186એ પહોંચ્યો છે.
રાજ્યમાં સુરતમાં 24 કલાકમાં 242, અમદાવાદમાં 158. વડોદરામાં 105, રાજકોટમાં 92, જામનગરમાં 44, ભાવનગરમાં 29, જુનાગઢમાં 21, ગાંધીનગરમાં 32, અમરેલીમાં 28, પંચમહાલમાં 29, કચ્છમાં 24, મોરબીમાં 22, ગીર સોમનાથમાં 19, પાટણમાં 21, ભરૂચમાં 16, મહેસાણામાં 17, દાહોદમાં 13 કેસ નોંધાયા છે. નવસારીમાં 12, સુરેન્દ્રનગરમાં 12, ખેડામાં 11, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકામાં નર્મદામાં 9-9 કેસ નોંધાયા છે. જ્યારે મહીસાગર અને પોરબંદરમાં 8-8 કેસ નોંધાયા છે. સાબરકાંઠા અને તાપી અને વલસાડમાં પ્રતિ જિલ્લામાં 5 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી-બોટાદમાં 4-4 કેસ નોંધાયા છે. છોટાઉદેપુરમાં 3 અને અન્ય રાજ્યનાં 4 કેસ મળી કુલ 1033 કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે એની સામે 1083 દર્દી સાજા થયા છે.