તસવીર એ શબ્દો વિનાની કવિતા હોય છે, કારણ કે તે અવસરોને તેના શુદ્ધતમ સ્વરૂપમાં મઢી લે છે. હવે સર્વ ફોટોગ્રાફીના શોખીનો માટે શુભ સમાચાર આપતાં સોની બીબીસી દ્વારા તેની બહુપ્રતિક્ષિત ફોટોગ્રાફી સ્પર્ધા ‘અર્થ ઈન ફોકસ’ની ત્રીજી આવૃત્તિ લાવી છે. દરેક ફોટોગ્રાફ રોચક વાર્તા કહે છે એ વાતમાં દ્રઢ વિશ્વાસ સાથે આ વર્ષની થીમ ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ રખાઈ છે, જે ભારતનું શિલ્પશાસ્ત્ર, સંસ્કૃતિઓ અને લોકોની સમૃદ્ધ ખૂબીઓની ઉજવણી કરે છે. આ સ્પર્ધા ફોટોગ્રાફરોને શબ્દોની પાર જતી ભાષામાં વાર્તાકારોની ભૂમિકા કહેવાની તાકાત આપે છે.
અર્થ ઈન ફોકસ સર્વ સ્તરના ફોટોગ્રાફરોને ભાગ લેવા અને વાઈલ્ડલાઈફ, પોર્ટ્રેઈટ્સ અને મોન્યુમેન્ટ્સની પેટા શ્રેણીઓમાં તેમના અજોડ પરિપ્રેક્ષ્યનું આદાનપ્રદાન કરવા માટે આમંત્રિત કરે છે. 21મી ઓગસ્ટથી આરંભ કરતાં એક મહિનો લાંબી ચાલનારી સ્પર્ધામાં લોકો સુપરતમાંથી તેમના ફેવરીટ ફોટો માટે તેમના વોટ આપી શકશે. સ્પર્ધાના નિર્ણાયક સુપ્રીત સાહૂ હશે, જેઓ કટ્ટર બર્ડવોચર છે અને ટ્રોપિકલ બર્ડ ફોટોગ્રાફીમાં વિશેષતા સાથે એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર છે. વિજેતાઓને SONY ZV-1F Vlog કેમેરા સાથે સોની બીબીસી અર્થ ચેનલ પર ચમકવાનો મોકો પણ મળશે. ઉપરાંત ટોચના 15 વિજેતાઓને ઉદ્યોગના દિગ્ગજ શ્રી સંદીપ સાહૂ પાસેથી શીખવાની ખાસ તક મળશે, જેમાં તેઓ પોતાની કળાકારીગરીને ધાર આપી શકે અને તેમની વાર્તાકથનની કુશળતાને બહેતર બનાવી શકશે.
સ્પર્ધાની છેલ્લી આવૃત્તિ થ્રિલ ઓફ લાઈફ આસપાસ વીંટળાયેલી છે અને તેને લેન્ડસ્કેપ, એડવેન્ચર અને વાઈલ્ડલાઈફની તેની પેટા-થીમો માટે અદભુત પ્રતિસાદ મળ્યો છે.
અર્થ ઈન ફોકસ- પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફોટોગ્રાફી કન્ટેસ્ટ, તેના નિયમો, સુપરત કરવાની માર્ગદર્શિકા અને અપડેટ્સ વિશે વધુ માહિતી માટે કૃપા કરી 21મી ઓગસ્ટથી https://www.sonybbcearth.com/Earthinfocus/ની વિઝિટ કરો.