દેશના ચૂંટણી કમિશનર અશોક લવાસાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અશોક લવાસા મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની દોડમાં સૌથી આગળ હતા. પરંતુ હવે તેઓ આવતા મહિને ફિલિપાઇન્સ સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળશે.
અશોક લવાસાએ પોતાનું રાજીનાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી દીધું છે. રાજીનામામાં તેઓએ 31મી ઓગસ્ટના રોજ કાર્યમુક્ત (relieved) કરવાની વાત લખી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર કરી લીધું છે કે નહીં.
એશિયન ડેવલપમેન્ટ બેંકે લવાસાની નિયુક્તિની જાહેરાત 15 જુલાઈના રોજ કરી હતી. લવાસા રાજ્યો તેમજ કેન્દ્ર સ્તર પર જાહેર-ખાનગી ક્ષેત્રના કામની બહુ સારી જાણકારી ધરાવે છે. તેઓ એશિયલ ડેવલપમેન્ટ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ પદેથી નિવૃત્ત થઈ રહેલા દિવાકર ગુપ્તાની જગ્યા લેશે. તેઓ બેંકના ખાનગી ક્ષેત્રનું કામ અને જાહેર-ખાનગી ભાગીદારીના ઇન્ચાર્જ છે. ગુપ્તાનો કાર્યકાળ 31મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
અશોક લવાસાએ પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી દીધું છે. રાજીનામામાં તેઓએ 31મી ઓગસ્ટના રોજ કાર્યમુક્ત (relieved) કરવાની વાત લખી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર કરી લીધું છે કે નહીં.
એશિયલ ડેવલપમેન્ટ બેંકે લવાસાની નિયુક્તિની જાહેરાત 15 જુલાઈના રોજ કરી હતી. લવાસા રાજ્યો તેમજ કેન્દ્ર સ્તર પર જાહેર-ખાનગી ક્ષેત્રના કામની બહુ સારી જાણકારી ધરાવે છે. તેઓ એશિયલ ડેવલપમેન્ટ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ પદેથી નિવૃત્ત થઈ રહેલા દિવાકર ગુપ્તાની જગ્યા લેશે. તેઓ બેંકના ખાનગી ક્ષેત્રનું કામ અને જાહેર-ખાનગી ભાગીદારીના ઇન્ચાર્જ છે. ગુપ્તાનો કાર્યકાળ 31મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.