એશિયાટીક લાયન એટલે કે ગીરના સિંહ સતત ચર્ચામાં રહેતા હોય છે, ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ દરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ સરકાર સામે સાવજ (gir lions) ને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરુવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના મોતનો મુદ્દો ઉપાડ્યો છે. તેઓએ માંગ કરી કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જોઈએ. કેમ કે, તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. અનેક વાર સિંહોના આ કારણે અસમયે મોત પણ થઈ જાય છે.
શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્યું કે, રેડિયો કોલરનું વજન 2.5 કિલો હોય છે. જેનો ઉપયોગ સિંહો માટે કરવો ન જોઈએ. તેને બદલે અન્ય કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જોઈએ.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં 92 એશિયાઈ સિંહોના મોત થયા છે.