ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે હાલના જ ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સટેન્શનની અરજીને મંજુર રાખી છે. જેને પગલે ઓગષ્ટ મહિનાના અંતે નિવૃત થઇ રહેલા મુકીમ હવે ફેબ્રુઆરી 2021 સુધી ચી ના પદ પર યથાવત્ત રહેશે.
ગુજરાત સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતી અને આર્થિક હાલતને ધ્યાનમાં રાખતા મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી છે. આ માટે જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની અપીલ કરવામાં આવી હતી જે કેન્દ્રએ મંજુર કરી દીધી છે.
અનિલ મુકીમ એક કુશળ અધિકારી છે જેઓ રાજ્યના હિતને કોઇ પણ બાબત કરતા સૌથી ઉપર રાખે છે. તેઓ દિલ્હીથી ચીફ સેક્રેટરીકે ગુજરાતમાં મુકવામાં આવ્યા હતા. જેથી એવું માનવામાં આવે છે કે તેઓને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે સારો ધરોબો છે. અનિલ મુકીમનો 6 મહિનાનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. જો મુકીમને એક્સટેન્શન ન મળ્યુ હોત તો એડિશન ચીફ સેક્રેટરી રેવન્યુ પંકજ કુમાર, એડીશન ચીફ સેક્રેટરી પર્યાવરણ અને વન વિભાગ ડો રાજીવ કુમાર ગુપ્તા, એડિશન ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ટર્નલ ટ્રેડ સેક્રેટરી ગુરુપ્રસાદ મહાપાત્રા જેવા અધિકારીઓનો તેમના ઉત્તરાધિકારી તરીકે સમાવેશ થતો હતો.