ફેડરેશનના 30 પાયોનીયર સભ્યોને સમ્માનિત કરી ઋણ સ્વિકાર કરવામાં આવ્યું
ઑલ ઈન્ડિયા ઇન્કમ ટેક્ષ એસસી/એસટી એમ્પલોયી વેલ્ફર ફેડરેશન, ગુજરાત યુનિટ દ્વારા ફેડરેશનના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ પાયોનીયર સભ્યોને શનિવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત એક સમારંભમાં સમ્માનિત કરવામાં આવ્યા. આ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદશ્રી અને એસસી/એસટી વેલ્ફરના પાર્લામેન્ટરી કમિટીના માનનીય ચેરમેનશ્રી ડૉ. કિરિટ પી. સોલંકી અને અતિથી વિશેષ તરીકે ગુજરાત સરકારના માનનીય સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત અન્ય આમંત્રિત મહેમાનોમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરિટ પરમાર, ગુજરાતના માનનીય પ્રધાન મુખ્ય આયકર આયુક્ત શ્રી રવિન્દ્ર કુમાર (ભારતીય રાજસ્વ સેવા), ITSEWA ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી વેકન્ના (ભારતીય રાજસ્વ સેવા) અને ITSEWA ફેડરેશન, નવી દિલ્હીના સેક્રેટરી જનરલ શ્રી બાબા સાહેબ ભોસલે (ભારતીય રાજસ્વ સેવા), ચીફ પેટ્રોન શ્રી એમ. એન. મોર્ય (ભારતીય રાજસ્વ સેવા) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સમારંભની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
આ સમગ્ર આયોજનને ખૂબ જ સફળ બનાવવા માટે ITSEWA ગુજરાત, અમદાવાદ યુનિટના ચેરમેન શ્રી સતિશ સોલંકી, અધ્યક્ષ શ્રી પ્રવીણ. સી. રાઠોડ, જનરલ સેક્રેટર શ્રી સી. કે. જાદવ, ખજાનચી શ્રી મહેશ ચાવડા, ટ્રેઝરર શ્રીમતી કાશ્મિરા ડાભી અને એડિશનલ સેક્રેટરી શ્રી શૈલેષ સોલંકીએ ભારે મહેનત ઉઠાવી હતી.
ઑલ ઈન્ડિયા ઇન્કમ ટેક્ષ એસસી/એસટી એમ્પલોયી વેલ્ફેર એસોસિએશન ફેડરેશનનાગુજરાત યુનિટદ્વારા ફેડરેશનના પાયોનીયર 76 વર્ષીય શ્રીમતી કમલા ગુર્જર સહિત 30 સભ્યોને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ITSEWA ફેડરેશન,નવી દિલ્હીના સેક્રેટરી જનરલ શ્રી બાબા સાહેબ ભોસલેએ જણાવ્યું, “ફેડરેશનના પાયોનીયર 30 સભ્યોને સમ્માનિત કરતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. સમ્માનિત કરાયેલા તમામ પાયોનીયર સભ્યોએ પોતાના કાર્યકાળ દરમિયાન ફેડરેશનને પાયામાંથી ખૂબ જ મહેનત સાથે માવજત થકી એક ઓળખ અપાવવામાં પોતાનું અમૂલ્ય યોદગાન આપ્યું છે. આ સમ્માનિત સભ્યોમાં કેટલાંક એવા નામ છે, જેઓએ ફેડરેશનને ઉભુ કરવા માટે ખૂબ જ પડકારોનો સામનો કર્યો છે. આજે ફેડરેશન જે શિખરે પહોંચ્યું છે, તેમાં આ તમામ સમ્માનિત સભ્યોની તપશ્ચર્યા રહેલી છે. તેમના આ યોદગાનને કેન્દ્રમાં રાખી આ સમગ્ર આયોજન થકી અમે આ તમામ મહાનુભાવોને સમ્માનિત કરી તેમનું ઋણ સ્વીકાર કરી રહ્યાં છીએ.”