રાજયમાં કોરોનાના વધુ 1280 પોઝીટીવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા હતા. સોમવારે 1025 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.કોરોનાને કારણે રાજયમાં 14 દર્દીઓના મૃત્યુ થયા હતા.
રાજયના આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે, રાજ્યમાં કુલ 66,363 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1020.96 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23,31,836 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 77,782 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.66% ટકા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,388 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,01,907 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 481 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 15631 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 15552 લોકો સ્ટેબલ છે. 77782 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3022 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.