2020- ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ પ્રોડક્ટ્સ પ્રદાન કરવામાં એક પગલું ભરતા, વોટર હીટરના વિશ્વના લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર એ. ઓ. સ્મિથે યુનિક ડિઝાઇન અને કટીંગ એજ ટેકનોલોજીવાળા 3-લિટરના ઇન્સ્ટન્ટ વોટર હીટર, મિનીબોટ® ને ગુજરાતમાં શરૂ કરવાની જાહેરાત કરી છે.
યુનિક ઓફરિંગ, મિનીબોટ® ઇનર ટેન્ક માટે બ્લુ ડાયમંડ® ગ્લાસ લાઇનિંગ સાથેનું એકમાત્ર ઇન્સ્ટન્ટ વોટર હીટર છે અને કન્વેનશનલ ગ્લાસ-લાઇન્ડ પ્રોડક્ટ્સની તુલનામાં સુપિરિયર કોરોશન રેઝિસ્ટન્સને સક્ષમ કરે છે. તે સામાન્ય રીતે ભારતમાં જોવા મળતા સખત અને દૂષિત પાણીને કારણે થતા પ્રિમેચ્યોર ટેન્ક ફેલ્યોર સામે પણ રક્ષણ આપે છે અને વોટર હીટરનું જીવન લંબાવે છે. ઇનકોલોય હીટિંગ એલિમેન્ટને ગ્લાસ કોટિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જેથી પાણીની કઠિન પરિસ્થિતિઓમાં પણ સ્કેલના ફોર્મેશનને રોકી શકાય અને હીટિંગ એલિમેન્ટની લાઈફમાં વધારો થાય. તે 8-બાર પ્રેશર રેટિંગ સાથે પણ આવે છે, જે તેને હાઈ- રાઈસ બિલ્ડીંગ્સ માટે પણ યોગ્ય બનાવે છે. ટાંકીના નિર્માણમાં 2 મીમી જાડાઈ સાથેનું ખાસ ગ્રેડ ટાઇટેનિયમ એલોય સ્ટીલ સુપિરિયર સ્ટ્રેન્થની ખાતરી આપે છે.
ગુજરાતમાં લોન્ચ વિશે વાત કરતાં, એ. ઓ. સ્મિથ ઈન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર, પરાગ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “એ. ઓ. સ્મિથ આ લોન્ચ સાથે ફરીથી ઇન્સ્ટન્ટ વોટર હીટર કેટેગરીમાં સીમાચિહન ઉભું કરે છે અને ઈન્સ્ટન્ટ વોટર હીટર કેટેગરીમાં સ્ટાન્ડર્ડસને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. રિલેવન્ટ ઇનોવેશન અને ટેક્નોલોજી લીડરશીપ દ્વારા કસ્ટમર વેલ્યુ ક્રિએશન પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાની આ બીજી એક સાક્ષી છે.”
પરાગે ઉમેર્યું કે, “ઈન્ડિયાની વોટર હીટર ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી તરીકે, એ. ઓ. સ્મિથ સતત અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા વિકસિત થાય છે. ગ્રાહકોના તેમના ઘરને સૌંદર્યલક્ષી રીતે વધારતી પ્રોડક્ટ્સની શોધનાવધતા જતા વલણને પૂરી પાડતા, કોમ્પેક્ટલી ડિઝાઇન કરેલા મિનીબોટ® ચોક્કસપણે આ નવા સ્ટાન્ડર્ડસને બંધબેસે છે કે જે ગુણવત્તા પહોંચાડે છે અને ગ્રાહકોને મહત્ત્વના ફાયદાઓ ઉપરાંત મોર્ડર્ન બાથરૂમના ઇન્ટીરિયરર્સને પૂરક બનાવવા માટે સ્ટાઈલ એલેમેન્ટનો ઉમેરો કરે છે. નવી ઓફર એ ગ્રાહકોની આંતરદૃષ્ટિ દ્વારા સમર્થિત પ્રોડક્ટ્સને બનાવવાની અમારી ક્ષમતાની બીજી સાક્ષી છે.”
મિનીબોટ® ઇનર ટેન્ક પર 5 વર્ષની વોરંટી અને ગ્લાસ-કોટેડ હીટિંગ એલિમેન્ટ પર 3-વર્ષની વિસ્તૃત વોરંટી* સાથે આવે છે. સુપરફાસ્ટ હીટિંગને સક્ષમ કરવા માટે તે બે પાવર રેટિંગ, 3 કેડબલ્યુ અને 4.5 કેડબલ્યુ સાથે આવે છે. તે બધા અગ્રણી ઇલેક્ટ્રિક, સેનિટરી વેર અને મોર્ડર્ન રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.