કોરોના મહામારીને પગલે મોટાભાગના બિઝનેસને અસર થઇ છે. તેવા સંજોગોમાં હોટેલ ઉદ્યોગને દિલ્હીમાં પાંચ મહિનાના લાંબા સમય બાદ હોટેલ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેતાં દિલ્હી સરકારે ગત લગભગ 5 મહિનાથી બંધ હોટલોને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે. આ સાથે જ સાપ્તાહિક બજારોને પણ ટ્રાયલ બેસિસ પર કામ શરૂ કરવાની મંજૂરી સરકારે આપી છે. કેજરીવાલ સરકારના આ નિર્ણયને કોરોનાકાળમાં દિલ્હીવાળા ઉદાસ ચહેરા પર સ્માઇલ લાવી દીધી છે.
સરકાર દ્વારા અનલોક-3માં છૂટ આપ્યા બાદ કેજરીવાલ સરકારના હોટલ અને સાપ્તાહિક બજાર ખોલવાનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે નકારી કાઢ્યો હતો. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને ઉપરાજ્યપાલને પોતાનો નિર્ણય પરત લેવાના અનુરોધ પણ કર્યો હતો.